આયુર્વેદ

આ ઉપાય કરી લેશો તો જીવનમાં ક્યારેય નહીં થાય એસિડિટી, ગેસ, કબજીયાતની તકલીફ.

દોસ્તો શરીરમાં થતાં કોઈ પણ રોગનું મુખ્ય કારણ હોય છે નબળી પાચનશક્તિ. દિવસ દરમિયાન જે ખોરાક આપણે લઈએ છીએ તે જ્યારે પચે નહીં ત્યારે પેટ ખરાબ થાય છે અને શરીરમાં અનેક બીમારીઓ થાય છે.

શરીરમાં કોઈપણ રોગ ન હોય તો પણ પેટની તકલીફ તો કોઈને કોઈ રહે જ છે. જેમ કે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી આજના સમયની સામાન્ય બિમારીઓ થઇ ચૂકી છે. પરંતુ આ બીમારીઓ ધીરે ધીરે પાચન શક્તિને નબળી પાડી દે છે.

જો તમારી ઈચ્છા હોય કે તમને આ પ્રકારના કોઈ રોગ ન થાય તો પાચન શક્તિ સુધારવી જરૂરી છે. પાચનશક્તિ સુધારવા માટે આ દેશી ઈલાજ તમને મદદ કરી શકે છે. ઈલાજ કરવાથી ઉપરોક્ત સમસ્યા તમને આજીવન નહીં થાય.

સૌથી પહેલાં તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દો. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું. પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે ખાસ કરીને જો ઉનાળા દરમિયાન શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે.

પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. જો પાચન સારું રાખવું હોય તો ક્યારેય ઠંડું પાણી પીવું નહીં પાણી હંમેશા નવશેકુ પીવાનું રાખો.

સ્વાદિષ્ટ, ચટાકેદાર અને તળેલું ભોજન ખાવાનું પણ ભૂલી જવું. આવો ખોરાક પાચન ખરાબ કરે છે અને સાથે જ એસિડિટી, અપચો વધારે છે. ભોજન અંગે એક નિયમ બનાવી લો. આ નિયમ છે કે ભાવતી વસ્તુ ખાવી પરંતુ ભૂખ હોય તેના કરતા ઓછી ખાવી. પેટ ભરાય ત્યાં સુધી જમવું નહીં.

પાચનશક્તિ સુધારવા માટે જમી ને ક્યારેય પણ સૂઈ ન જવું. જમ્યા પછી સૂઈ જવાથી ભોજન બરાબર પચતું નથી અને પાચન પ્રક્રિયામાં ખલેલ પડે છે. બપોરે અને રાત્રે જમ્યા પછી ચાલવાની આદત રાખવી.

પાચન બરાબર કરવું હોય તો ક્યારેય ઉતાવળમાં જમવું નહીં. ભોજન બરાબર ચાવીને ગળે ઉતારવું. જો તમે બરાબર ચાવીને ભોજન કરશો તો પેટમાં ગેસ નહીં બને.

સૌથી જરૂરી છે સમયસર આહાર લેવો. જો તમારી પાચન ક્રિયાને સુધારવી હોય તો 9:00 પહેલા નાસ્તો કરી લેવો. બપોરે એકથી બે કલાક ની વચ્ચે જમી લેવું.

રાત્રે સૂવાનો સમય હોય તેની બે કલાક પહેલાં જમી લેવું. આમ કરવાથી પાચનશક્તિ નબળી પડતી નથી અને શરીરમાં કોઈપણ પ્રકારના રોગ થતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *