આયુર્વેદ

સ્વાદમાં મીઠી આ વસ્તુ પેટના બધા જ રોગને કરી દેશે ગાયબ.

દોસ્તો સાકર નો ઉપયોગ કોઈપણ વસ્તુ માં મીઠાશ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સાકરને આયુર્વેદની દૃષ્ટિએ ઔષધિ સમાન ગણવામાં આવી છે. સાકર સ્વાદમાં જેટલી મીઠી હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.

કોઈપણ વસ્તુ માં સાકર ઉમેરવાથી તે મીઠી બને છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે. કારણ કે ખાંડ કરતાં સાકર શરીર માટે ગુણકારી છે. સાકરમાં એમિનો એસિડ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે.

સ્વાદમાં મીઠી સાકર આપણા શરીરની રોગ સામે રક્ષા કરવામાં મદદ કરે છે. આજે તમને જણાવીએ સાકર નો ઉપયોગ કરવાની સાચી રીત અને તેનાથી થતા લાભ વિશે.

જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તેને એનિમિયા નામનો રોગ કહેવાય છે. આ રોગ હોય તેણે સાકરનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. સાકર ખાવાથી હીમોગ્લોબીન વધે છે અને શરીરમાં રક્તની ઉણપ રહેતી નથી.

જો પેટનો કોઈપણ પ્રકારનો રોગ હોય અને પાચનશક્તિ નબળી પડી ગઈ હોય તો વરીયાળી અને સાકર સાથે ખાવાથી ખોરાક સરળતાથી પચે છે. જમ્યા પછી વરિયાળી અને સાકર ખાવાથી ખોરાકને પચવામાં મુશ્કેલી પડતી નથી.

ઘણાં લોકોને રાત્રે ઉંઘ આવતી નથી અને અનિદ્રાની તકલીફ રહે છે. તેવામાં રાત્રે સૂતી વખતે દૂધમાં સાકર ઉમેરીને પીવાથી ગાઢ ઊંઘ આવે છે.

જે લોકોને ઉધરસ, શરદી જેવી સમસ્યા હોય તેમણે સાકરનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. સાકરમાં કાળા મરીનો પાઉડર અને ઘી ઉમેરીને લેવાથી શરદી ઉધરસ મટે છે.

જે લોકોને શરીરમાં સતત નબળાઈ અને અશક્તિ રહેતી હોય તેને સાકરનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરમાં એનર્જી વધે છે.

જેને પેટમાં વારંવાર દુખાવો થતો હોય તેણે લીમડાનાં પાનમાં 10 ગ્રામ સાકર નો પાવડર ઉમેરીને આ મિશ્રણ ખાઈ જવું. તેનાથી પેટમાં દુખાવો મટે છે.

આંખની નબળાઇ હોય તો દુધમાં સાકર ઉમેરીને તેનું સેવન કરવું. જો વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય તો ઠંડા દૂધમાં સાકર ઉમેરીને પી જવું તેનાથી શરીરમાં ઠંડક મળે છે અને મોઢાના ચાંદા મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *