આજના સમયમાં દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેનું બાળક નિરોગી રહે અને તેની યાદશક્તિ સારી રહે જેથી તે ભણવામાં હોશિયાર બને. જો બાળકને નાનપણથી જ પોષણયુક્ત આહાર આપવામાં આવે તો તે નિરોગી રહે છે અને બીમારીઓનો સામનો કરવો પડતો નથી.
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર બાળકોને વધતી ઉંમરમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં આવે તો તેના ફાયદા તેને જિંદગીભર મળે છે. જ્યારે બાળકના શરીરનો અને મગજનો વિકાસ થતો હોય ત્યારે તેને કેટલીક પોષણયુક્ત વસ્તુઓ આપવાથી તેનું મગજ તેજ બને છે અને હાડકા મજબુત થાય છે.
આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જાણકારી આપીએ જેને પાણીમાં પલાળીને બાળકને શરૂઆતના સમયથી આપવાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને ગજબના ફાયદા જોવા મળે છે.
બાળકના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે પિસ્તા. તમે બદામ અને અખરોટ ખાવાના લાભ વિશે તો જાણ્યું હશે પરંતુ પિસ્તા બાળકને આપવાથી પણ ગજબના ફાયદા થાય છે.
પિસ્તા બાળકના મગજના વિકાસથી લઇને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો બાળકનું પેટ વારંવાર ખરાબ થતું હોય અથવા તો કબજિયાત રહેતી હોય તો પિસ્તા આપી શકાય છે.
પિસ્તા ફાઈબરથી ભરપૂર હોય છે જે આંતરડામાં જામેલા મળને બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટ સાફ આવે છે. તેના કારણે ગેસ કબજિયાત પેટના દુખાવાથી રાહત મળે છે. પિસ્તામાં રહેલા પ્રોટીન વિટામિન અને મિનરલ્સ બાળકોનો ઝડપી વિકાસમાં મદદ કરે છે.
જો બાળકનું મગજ બરાબર રીતે કામ કરતું ન હોય અને તેની યાદશક્તિ નબળી હોય તો તેને પિસ્તા ખવડાવવા જોઈએ. જો બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને તેને વારંવાર બીમારીઓ થતી હોય તો રોજ પિસ્તા ખવડાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
પિસ્તા ખાવાથી બાળકના મગજને શક્તિ મળે છે અને તેની નિર્ણયશક્તિ વધે છે. સ્કુલે જતાં બાળકોને નિયમિત વિસ્તાર ખવડાવવા જોઈએ પિસ્તા ખવડાવવાથી મગજ કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે સક્ષમ બને છે.
બાળકોના હાડકા મજબૂત હોય તે જરૂરી છે. તેવામાં બાળકને શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો તેને પિસ્તા ખવડાવવાનું શરૂ કરી દો. પિસ્તા માં રહેલું કેલ્શિયમ બાળકના શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે. તેનું સેવન કરવાથી હાડકાં અને દાંત બંને મજબૂત થાય છે.
તમે બાળકને પિસ્તા કોઈપણ રીતે ખવડાવી શકો છો તેને દૂધ, સ્મૂધી, બિસ્કીટ અને દહીં ઉમેરીને પણ આપી શકાય છે.