આયુર્વેદ

નિયમિત કરી લેશો આ કામ તો શરીરના બધા જ પ્રકારના કચરાનો થઈ જશે એક ઝાટકે નિકાલ.

મેથીનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ મેથીના ઉપયોગનું વર્ણન મળે છે. મેથીનો ઉપયોગ કરીને શરીરને રોગમુક્ત કરી શકાય છે. આમ તો મેથી નું સેવન કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ આજે તમને જણાવીએ મેથીનું પાણી પીવાથી થતા લાભ વિશે.

મેથીનું પાણી પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી શરીરના ઝેરી તત્વો અને ટોક્સીન શરીરમાંથી બહાર નીકળી જાય છે જેના કારણે શરીર નીરોગી રહે છે. આ સિવાય પણ મેથીનું પાણી પીવાથી અનેક લાભ થાય છે. જેમકે

જો તમે 30 દિવસ સુધી મેથીનું પાણી પીવો છો તો સ્થૂળતા એટલે કે વધેલું વજન ઓછું થાય છે. મેથીનું પાણી પીવાથી વજન ઝડપથી ઉતરે છે. હુંફાળા પાણી સાથે મેથી ખાવાથી પણ શરીરની ચરબી બર્ન થાય છે. તેનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે.

30 દિવસ મેથીનું પાણી લીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. મેથીમાં સોલ્યુબલ ફાયબર હોય છે જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી ડાયાબીટીસ થવાની શક્યતા ઘટે છે.

રોજ મેથીનું પાણી પીવાથી ત્વચા અને વાળની ગુણવત્તા સુધરે છે. જો કોઈ સમસ્યા હોય તો તે પણ દુર થવા લાગે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ચમકદાર અને મજબૂત બને છે. સાથે જ ત્વચા પરથી ખીલ અને કરચલીઓ પણ દુર થાય છે.

મેથીનું પાણી પીવાથી શરીરની પાઈલ્સની સમસ્યાથી મુક્તિ મળે છે. મેથીને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે ખાલી પેટ તેને પાણી સાથે પી જવી.

સગર્ભા સ્ત્રીઓ માટે પણ મેથી લાભકારી છે. તેમાં પણ ડિલીવરી પછી એક મહિના સુધી રોજ મેથી લેવાથી માતાના દૂધનું પ્રમાણ વધે છે અને બાળક પણ નિરોગી રહે છે.

આર્થરાઈટીસના દર્દીને પણ મેથીનું પાણી લેવાથી લાભ થાય છે. મેથીમાં એન્ટી ઓક્સીડન્સ ગુણ હોય છે જે બળતરા, દુખાવો દુર કરે છે. તેનાથી સાંધાના દુખાવાથી પણ રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *