આયુર્વેદ

ચહેરા પરની કરચલીઓ, ડાઘા કરવા હોય દુર તો કરી લો આ સરળ કામ એકવાર.

ત્વચા સંબંધીત સમસ્યાઓ કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. પ્રદૂષણ, તડકો, પોષણનો અભાવ, સંભાળનો અભાવ વગેરે કારણોના લીધે ત્વચા પર ડાઘ, ખીલ, કરચલીઓ દેખાવા લાગે છે. જ્યારે ચહેરો આવો થઈ જાય તો ઉંમર નાની હોવા છતાં વ્યક્તિ વૃદ્ધ લાગે છે.

ત્યારે જો તમને પણ ત્વચાની આવી કોઈ સમસ્યા હોય અને તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો આજે તમને જણાવીએ આવા જ કેટલાક ઉપાયો જે ચહેરા પરની કરચલીઓને દુર કરવાનું કામ કરે છે.

લીંબુમાં બ્લીચિંગના ગુણ હોય છે અને મધ ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખે છે. લીંબુ અને મધનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી કરચલીઓની સમસ્યા દુર થાય છે. લીંબુમાં વિટામીન સી પણ હોય છે જે સનટેનથી ત્વચાને બચાવે છે.

તેના માટે એક બાઉલમાં એક લીંબુનો રસ લેવો અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ત્વચા પર લગાવો અને 15 મિનિટ રહેવા દો. ત્યારપછી ચહેરાને હુંફાળા ગરમ પાણીથી સાફ કરો. થોડા દિવસ આ પ્રયોગ કરશો એટલે તમને ત્વચામાં ફેરફાર જોવા મળશે.

એલોવેરા પણ ત્વચા માટે ગુણકારી છે. તેના ઉપયોગથી ત્વચા પરના ડાર્ક સર્કલ અને કરચલીઓ દુર થાય છે. તેનાથી ત્વચામાં પીએચ લેવલ જળવાઈ રહે છે અને ઓઈલ કંટ્રોલ કરે છે.

તેના માટે એક બાઉલમાં અડધી ચમચી મધ અને 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરી ચહેરા પર તેને 10 મિનિટ લગાવો. અઠવાડીયામાં 2 વખત આ ઉપાય કરવાથી કરચલીઓ દુર થાય છે.

કાકડી પણ કચરલીઓ, બળતરા, ખીલ અને સોજો દુર કરે છે. તેના માટે કાકડીનો રસ કાઢી તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે તેને 10 મિનિટ ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ ચહેરો હુંફાળા પાણીથી સાફ કરો. આ મિશ્રણ દર બે દિવસે ચહેરા પર લગાવવું. રીઝલ્ટ ઝડપથી જોવા મળશે.

ચંદન પણ ત્વચા માટે ગુણકારી છે. તે ત્વચાને કુદરતી રીતે સ્વચ્છ રાખે છે. તેના માટે 2 ચમચી ચંદન પાવડરમાં ગુલાબજળ ઉમેરી તેને મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. તેનાથી ચહેરાની કરચલીઓ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *