એક દિવસમાં મોટી પથરી પણ તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, જાણો પથરી દૂર કરતા ઉપાય.

શરીરમાં અલગ અલગ રીતે કેટલાક નકામા તત્વો પણ પહોંચે છે. આ તત્વો જે શરીર માટે કોઈપણ ઉપયોગના નથી હોતા તે પેશાબ અને મળવા માટે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ જ્યારે કેટલાક તત્વો શરીરમાંથી નીકળી શકતા નથી તો તે કિડનીમાં એકઠા થાય છે. આ રીતે એકઠા થયેલા તત્વ પથરી નુ સ્વરુપ ધારણ કરે છે. જો કે નિષ્ણાતો અનુસાર પથરીના 90 ટકા કેસ ખરાબ ખાણીપીણીને કારણે જ થતા હોય છે.

પથરીની પીડા ખૂબ જ અસહ્ય હોય છે. જે લોકોને પથરી હોય તેમણે લીલી ડુંગળી, બીટ, અજમા, બદામ, મગફળી, કાજુ જેવી વસ્તુઓનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ બધી જ વસ્તુમાં ઓક્સાલીક એસિડ વધારે હોય છે જે પથરી બનવાનું કારણ છે. ઘણા લોકોને કિડનીની પથરી વારસાગત કારણોના લીધે પણ થાય છે.

પથરી કિડની ઉપરાંત પિત્તાશયમાં પણ થાય છે. જ્યારે પિતાશય બરાબર કામ કરતું નથી તો તેમાં પથરી થવા લાગે છે. પિતાશયમાં થયેલી પથરી ઘણી વખત પિત્તની નળીમાં ફસાઈ જાય છે જેના કારણે પિત્તાશયમાં સોજો આવે છે અને દરદીને ખૂબ જ તકલીફ પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેને પથરી હોય તેણે દિવસ દરમિયાન સૌથી વધારે પાણી પીવું જોઈએ. જોતર થી પાણી ઓછું પીવે તો પથરીનો દુખાવો થઇ શકે છે. આ સિવાય દર્દીએ ટામેટા, રીંગણ વધારે ખાવા ન જોઈએ તેનાથી પણ પથરીની તકલીફ વધે છે. જે લોકોને કબજિયાત વધારે રહેતી હોય તેમને પણ પથરી થઈ શકે છે.

પથરી જો નાની હોય તો તે શરીરમાંથી પેશાબ વાટે બહાર નીકળી જાય છે પરંતુ પથરી મોટી થઇ જાય તો તેને કઢાવવાનું ઓપરેશન કરાવવું પડે છે. જોકે આયુર્વેદ માં કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર પણ જણાવ્યા છે જેને કરવાથી પથરી તૂટીને પેશાબ માટે કુદરતી રીતે બહાર નીકળી શકે છે.

પથરીના દર્દીએ તેના નિયમિત આહારમાં કેલ્શિયમનું પ્રમાણ અને સોડિયમનું પ્રમાણ બરાબર માત્રામાં રાખવું. આ સિવાય રોજ ઊભા-ઊભા ગાયના દૂધમાંથી બનેલી છાશમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

સવારે ખાલી પેટ નાળીયેરના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી મોટી પથરી પણ તૂટી ને બહાર નીકળી જાય છે.

છાશમાં કારેલાનો રસ ઉમેરીને પીવાથી પથરી મટે છે. છાશમાં હળદર અને ગોળ મેળવીને પીવાથી પણ મોટી પથરી તૂટીને શરીરમાંથી પેશાબ વાટે નીકળી જાય છે.

જે લોકોને પથરી હોય તેણે કાળી દ્રાક્ષનો ઉકાળો રોજ પીવો જોઇએ. આ ઉપરાંત 50 ગ્રામ કળથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેને હાથથી મસળી પાણી ગાળી લેવું. હવે આ પાણીને સવારે નરણાં કોઠે પી જવું.

મૂળાના પાનનો રસ કાઢી તેમાં સુરોખાર ઉમેરીને રોજ પીવાથી પથરી તૂટીને શરીરમાંથી નીકળી જશે. 20 ગ્રામ કાંદાના રસમાં સાકર મેળવીને પીવાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

Leave a Comment