આ ઉપાય નહીં જાદુ છે જાદુ. 1 જ દિવસમાં ગળાના કાકડા, સોજો અને દુખાવો કરી દેશે દુર.

ગળામાં કાકડાની તકલીફ છે… આવું તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે. જ્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે છે ત્યારે આ તકલીફ વધી જાય છે. કાકડાની સમસ્યામાં ગળામાં બંને તરફ સોજો આવી જાય છે. તેના કારણે તાવ પણ આવી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કાકડાની સમસ્યામાં ગળાના કાકડા નબળા પડવા લાગે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ સમસ્યા ઝડપથી થાય છે. કાકડા થવાનું કારણ દુષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ આહાર હોય છે. આ સિવાય જ્યારે તમે વધારે પડતું ઠંડુ ખાતા હોય ત્યારે પણ કાકડા થઈ શકે છે.

જે લોકો મોઢાની સ્વચ્છતા જાળવતા નથી તેમને પણ કાકડા થાય છે. મોઢામાં જ્યારે બેક્ટેરિયા થાય છે અને તે ગળામાં પહોંચે છે ત્યારે પણ કાકડા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકો રોજ વધારે પ્રમાણમાં મીઠાઈ ખાતા હોય છે ત્યારે પણ કાકડા થઈ શકે છે. ગોળ, શેરડીનો રસ, ઠંડુ પાણી, ઠંડા પીણા પીવાથી પણ કાકડા થાય છે. આ સિવાય આઈસક્રીમ, બરફના ગોળા, કુલ્ફી ખાવાથી પણ કાકડા થાય છે.

કાકડાનો દુખાવો અસહ્ય હોય છે અને લાંબા સમય સુધી રહે છે. ત્યારે આજે તમને આ સમસ્યાથી એક જ દિવસમાં મુક્તિ અપાવે તેવા ઉપચાર જણાવીએ. આ ઉપાય છે હળદર. જ્યારે નાના બાળકોને કાકડા થાય તો તેને દૂધ સાથે હળદર આપવાથી કાકડા મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એકદમ ગળેલી ખીચડીમાં હળદર ઉમેરીને આપવાથી કાકડા મટે છે. લીલી હળદરું કચુંબર કરી તેમાં મધ ઉમેરીને લેવાથી કાકડાથી રાહત મળે છે.

જો કાકડા વધી ગયા હોય તો હળદરના ચૂર્ણમાં મધ ઉમેરી દિવસમાં 3 વખત એટલે કે સવારે, બપોરે અને સાંજે લેવાથી રાહત મળે છે. જ્યારે કાકડા વધી જાય ત્યારે નવશેકા પાણીનો ઉપયોગ કરવો.

રોજ સવારની શરુઆત એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ ઉમેરીને પીને કરવી. કાકડાથી તુરંત રાહત મેળવવી હોય તો દિવસમાં 2 વખત બીટનો જયૂસ પીવો. બીટ એકલું ન ભાવે તો તેમાં આમળું, ટામેટું અને લીંબુ પણ ઉમેરી શકો છો.

એક લીટર પાણીમાં 3 ચમચી સુકી મેથી ઉમેરી બરાબર ઉકાળો. આ પાણીથી દર 2 કલાકે કોગળા કરો. કાકડાનો દુખાવો હોય ત્યારે પાણીમાં મધ ઉમેરીને તેનાથી કોગળા કરવાનું રાખો.

કાકડાનો દુખાવો દુર કરવા માટે કેળાની છાલને ગળા પર બાંધવાથી તુરંત રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર ઉમેરી તેનું સેવન કરવાથી પણ કાકડા મટે છે.

Leave a Comment