કેળા એવું ફળ છે જે બારેમાસ મળે છે. અન્ય ફળની સરખામણીમાં કેળા સસ્તા હોય છે તેથી ઘણા લોકોને લાગે છે કે આ સસ્તુ ફળ એટલું જરૂરી નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સસ્તામાં મળતું આ ફળ તમને અનેક બીમારીથી મુક્ત કરી શકે છે.
કેળા ખાવાથી શરીરે 70થી વધુ બીમારીઓથી બચાવી શકાય છે. કેટલીક સમસ્યા તો એવી છે કે જે કેળા ખાવાથી તુરંત મટી શકે છે. અને તમારે દવાખાને જવાની જરૂર પણ પડતી નથી. તો ચાલો જાણીએ કેળાના આ લાભ વિશે.
કેળા ખાવાથી શરીરને તુરંત ઉર્જા મળે છે. સાથે જ હાડકાને મજબૂત બનાવે છે. તેથી સવારે નાસ્તામાં કેળાનું સેવન કરશો તો શરીરમાં આખો દિવસ સ્ફુર્તિ રહેશે અને સાંધાના દુખાવા મટી જશે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર દિવસ દરમિયાન 2 કેળા તો ખાવા જ જોઈએ.
કેળાનું સેવન કરવાથી શરીરને ફોસ્ફરસ, આર્યન, પ્રોટીન, કેલ્શિયમ સહિતના પોષકતત્વો મળે છે. જેનાથી શરીરના અનેક રોગથી બચી શકાય છે.
જે લોકોને વારંવાર કફ થઈ જાય તે શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તેમણે કેળા ખાવાનું રાખવું જોઈએ. કેળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વારંવાર થતી બીમારીઓથી મુક્તિ મળે છે. કારણ કે કેળામાં કેરોનોઈડ્સ હોય છે જે શરીરને મજબૂત કરે છે.
જે લોકોના હાડકા નબળા પડી રહ્યા હોય તેમણે દવા ખાવાને બદલે દિવસની શરુઆત કેળા ખાઈને કરવી જોઈએ. તેમાંથી મળતું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.
કેળા વિટામીનથી ભરપુર હોય છે જે વાળને સુંદર બનાવે છે. તેનું સેવન કરવાથી વાળ સોફ્ટ અને ત્વચા સુંદર બને છે. તેનાથી ત્વચા પરના ડાઘ, ખીલ વગેરે દુર થાય છે. કેળા ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઈ રહે છે.
કેળા ખાવાથી સૌથી મોટો લાભ પેટને થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓ કેળાનું સેવન કરવાથી તુરંત દુર થઈ જાય છે. કેળા ખાવાની શરુઆત કરશો કે તુરંત જ પેટની તકલીફો જેવી કે ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત તુરંત દુર થઈ જશે.
જે લોકોના શરીરમાં લોહીની ઊણપ હોય તેમણે પણ કેળા ખાવા જોઈએ. કેળામાં રહેલું ફાયબર લોહીની ઊણપને દુર કરે છે અને હિમોગ્લોબીન વધે છે.