કબજિયાતની સમસ્યા ગમે તેટલા વર્ષ જુની હોય પરંતુ તેનાથી મુક્તિ મેળવવી સરળ છે. તેનાથી મુક્તિ મેળવવા દવાને બદલે ઘરગથ્થુ ઉપચાર વધારે ઝડપથી અસર કરે છે. વર્ષો જુની કબજિયાતની સમસ્યાને એક દિવસમાં દુર કરી પેટ સાફ લાવી શકાય છે.
કબજિયાતને દુર કરવા હુંફાળા ગરમ પાણીમાં ઘી ઉમેરી લેવાથી કબજિયાતથી મુક્તિ મળે છે. તેનાથી પેટ એક દિવસમાં સારી રીતે સાફ આવી જાય છે.
જે લોકોને ભોજન પચવાની સમસ્યા હોય અને કબજિયાત રહેતી હોય તેમના માટે આ ઉપાય રામબાણ છે. એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી ઘી ઉમેરી તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે.
જ્યારે શરીરમાં પાણીની ઊણપ હોય ત્યારે પણ કબજિયાતની સમસ્યા થાય છે. જે લોકો જરૂર કરતાં ઓછું પાણી પીવે છે તેમને કબજિયાત રહે છે.
આ સિવાય જે લોકો જંકફુડ, ફાસ્ટફૂડનું વધારે સેવન કરે છે તેમને પણ કબજિયાત થાય છે. કબજિયાતથી મુક્તિ મેળવવા દવા લેવા કરતાં આયુર્વેદિક ઉપાય કરવા લાભકારી રહે છે.
આ આયુર્વેદિક ઉપાય સૌથી વધુ ગુણકારી છે. આ ઉપાય છે હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને તેનું સેવન કરવાનું. આ બંને વસ્તુ એક સાથે લેવાથી કબજિયાત મટે છે.
ઘીમાં ચીકાશ હોય છે જે આંતરડામાં જામેલા મળને સાફ કરે છે. આ સિવાય ઘીમાં બાયટ્રીક એસિડ હોય છે જે કબજિયાતને દુર કરી પાચનતંત્રને મજબૂત બનાવે છે.
તેનાથી હાડકા પણ મજબૂત થાય છે. જે લોકોના હાડકા નબળા હોય. સાંધા અને હાડકામાં દુખાવો રહેતો હોય તેમણે આ પાણી પીવું જોઈએ. તેનાથી હાડકા મજબૂત થાય છે.
ઘી અને હુંફાળુ પાણી આંતરાડના મેટાબોલિકને પણ સુધારે છે. તેના કારણે મન અને મગજને પણ લાભ થાય છે. પાણી પીવાથી પણ ઊંઘ સારી આવે છે. આ પાણી ડાયાબીટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે.
હુંફાળા ગરમ પાણીમાં ઘી ઉમેરીને પીવાથી ઘણા રોગથી મુક્તિ મળે છે. પરંતુ આ ઉપાય રાત્રે કરવાનો છે. રાત્રે સુતા પહેલા આ રીતે એક ગ્લાસ પાણી પીવાનું છે. આ પાણી પીવાથી સવારે પેટ સાફ આવી જાય છે. આ પાણી સવારે પણ પી શકાય છે.
નિયમિત રીતે આ પાણી પીવાનું રાખશો એટલે વર્ષો જુની કબજિયાત હશે તો પણ તે મટી જશે. આ પાણી પીવાથી આંતરડામાં જામેલો મળ પણ દુર થઈ જાય છે. અને કબજિયાત સહિત પેટની તકલીફો દુર થાય છે.