બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં કરીના કપૂરનો સમાવેશ થાય છે. બે સંતાનો પછી 41 વર્ષની ઉંમરે પણ કરીના ખૂબ જ સુંદર દેખાય છે. તેની સુંદરતા પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. બે બાળકોની માતા હોવા છતાં કરીના યુવાન દેખાય છે. તેની સ્કિન સોફ્ટ અને ચમકદાર છે. આવી સ્કિન હોય તેવું સપનું દરેક યુવતી જોવે છે.
જો તમારી પણ ઇચ્છા હોય કે તમારી ત્વચા કરીના કપૂર ખાન જેવી થાય તો તમારે તેને સ્કિન કેર રૂટિન વિશે જાણવું પણ જરૂરી છે. કરીના કપૂરે પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની સુંદરતાનું રહસ્ય જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે રોજ બદામનું તેલ ત્વચા પર લગાવે છે.
કરીના કપૂરે આ ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે, ત્વચાની સુંદરતા માટે તેને પોષણ આપવું જરૂરી છે. અને તેના માટે તે બદામના તેલનો ઉપયોગ કરે છે. તે રોજ ત્વચા ઉપર બદામનું તેલ લગાવે છે.
બદામનું તેલ ઘણી રીતે ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જેનો ઉપયોગ કરવાથી સ્કિન હેલ્ધી રહે છે અને ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. જે લોકોની ઉંમર વધે છે તેમના ચહેરા ઉપર કરચલીઓ દેખાવા લાગે છે.
પરંતુ જો તમે સમયસર બદામના તેલનો ઉપયોગ શરૂ કરી દેશો તો ચહેરા પર કરચલીઓ દેખાશે નહીં. કરીના કપૂર જે ઉંમરની છે તે ઉંમરે સામાન્ય મહિલાના ચહેરા ઉપર કરચલીઓ જોવા મળે છે અને ત્વચા પણ નિસ્તેજ થઈ જાય છે.
કરીના કપૂર ખાન અને સામાન્ય મહિલાની ત્વચામાં ફેરફાર એટલે લાગે છે કે કરીના કપૂર તેની ત્વચા ને તેજસ્વી બનાવવામાટે બદામના તેલનો ઉપયોગ કરે છે. બદામના તેલમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાના કોષની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા યુવાન દેખાય છે.
બદામનું તેલ ત્વચાને ઘણી રીતે પોષણ આપે છે બદામનો ઉપયોગ કરવાથી રફ ત્વચા પણ સોફ્ટ અને સિલ્કી બને છે. કરિના કપૂર ખાને એમ પણ જણાવ્યું હતું કે તે બદામના તેલની સાથે દહીં મિક્સ કરીને લગાવે છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે.
બ્યુટી એક્સપર્ટ પણ જણાવે છે કે આ તેલથી ત્વચા પર મસાજ કરવાથી ખીલ, ફોડલીઓ દેખાશે નહિ. આ તેલ કલિન્ઝર તરીકે પણ ઉપયોગી થાય છે.
બદામનું તેલ મેકઅપ રીમુવલ તરીકે પણ ઉપયોગમાં આવે છે. તેનાથી મેકઅપ દૂર કરવાની સાથે ત્વચા ની ડ્રાયનેસ જે મેકઅપ ના કારણે આવી હોય તે પણ દૂર થાય છે.