વર્તમાન સમયમાં પાંચમાંથી 3 વ્યક્તિ એવા હશે જે વધારે વજન અને ચરબીની સમસ્યાથી પીડિત હોય. ખાસ કરીને પેટ પર જામેલી ચરબી તો દરેક વ્યક્તિની સમસ્યા હશે. દરેક વ્યક્તિના પેટના ભાગમાં ચરબી દેખાતી હોય છે. ઘણાને ઓછી તો ઘણાને વધારે.
બેઠાળુ જીવનશૈલીના કારણે લોકોનું પેટ ઝડપથી વધી જાય છે. વધેલું પેટ દેખાવ તો ખરાબ કરે જ છે પરંતુ તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા પણ થાય છે.
જે લોકો કલાકો સુધી બેસીને કામ કરે છે તેમને આ તકલીફ વધારે રહે છે. જ્યારે પેટ પર ચરબી જામી જાય તો તેને એક સપ્તાહમાં ઓછી કરવા માટે આ ઉપાયો કરી શકાય છે.
હુંફાળ પાણી પીવું – જો તમારે પેટ પર જામેલી ચરબી ઓગાળવી હોય તો સૌથી પહેલા હુંફાળુ પાણી પીવાની શરુઆત કરી દો. દિવસમાં 2 થી 3 લીટર હુંફાળુ પાણી પીવાનું રાખો. ઘણા લોકો એવા પણ હોય છે જે પાણી જરૂર કરતાં ઓછું પીવે છે.
તેનાથી પણ શરીરને નુકસાન થાય છે. તેવામાં શક્ય તેટલું વધારે પાણી પીવાનું રાખવું. પાણી વધારે પીશો એટલે વારંવાર પેશાબ કરવા જવું પડશે અને તેનાથી ચરબી ઝડપથી ઓગળે છે.
ભોજનને વિભાજીત કરો – કેટલાક લોકો વિચારે છે કે ચરબી ઘટાડવા માટે ખાવાનું ઓછું કરવું જરૂરી છે. પરંતુ એવી ભુલ ક્યારેય ન કરવી. ભોજનને ઓછું નથી કરવાનું, ભોજનને વિભાજીત કરવાનું છે.
જો તમે 2 વખત પેટ ભરીને જમો છો તો તમારે તેને 4 ભાગમાં વિભાજીત કરવાનું છે. આ સિવાય ભોજન નિયમિત રીતે સમયસર કરવું અને પોષણયુક્ત આહાર લેવો. દિવસમાં 4, 5 વખત ખાવાનું રાખો પણ મર્યાદિત માત્રામાં થોડા થોડા કલાકે આહાર લેવાથી વજન ઝડપથી ઉતરે છે.
એક્ટિવ રહેવું – જ્યારે તમે બેઠાડુ જીવનશૈલી જીવો છો તો વજન ફટાફટ વધે છે. તેથી વજન વધતું અટકાવવું હોય અને વજનને ઘટાડવું હોય તો એક્ટિવ રહેવું જરૂરી છે.
દિવસ દરમિયાન શારીરિક શ્રમ વધારવો. એવા કામ કરવા જેમાં શરીરનું હલન ચલન થાય. આ રીતે તમે 21 દિવસ કોઈપણ એક્ટિવીટી કરશો એટલે તમને વજનમાં ઘટાડો દેખાશે.
પુરતી ઊંઘ કરો – વજન અને ઊંઘ વચ્ચે ગાઢ કનેકશન છે. જ્યારે વ્યક્તિની ઊંઘ પુરી થતી નથી તો વજન વધે છે. તેથી વજનને કંટ્રોલમાં રાખવા માટે રોજ 7થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. આ સાથે જ કેલેરીયુક્ત આહાર કરવાનું ટાળો. તેનાથી પેટ વધશે નહીં.