સ્વાસ્થ સારું રહે તે ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય અને તેનું મહત્વ શું છે તે વાત કોરોના કાળમાં સારી રીતે લોકો સમજી ચુક્યા છે.
પરંતુ આજના આધુનિક યુગમાં લોકો ઈચ્છે તો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. લોકો ઘણા પ્રકારની દવા લેવાનું શરુ કરી દે છે. જેથી શરીર નિરોગી રહે અને શરીરમાં શક્તિ રહે.
જો લાંબા સમય સુધી કોઈપણ દવા લેવી હાનિકારક છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પોષકતત્વોથી ભરપુર આહાર લેવો જરૂરી છે.
આ સાથે જ દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સવારની શરુઆત ખાલી પેટ પાણી પીને કરવી જોઈએ. આ રીતે પાણી પીવું લાભકારી છે.
જો તમે પાણીમાં સુકી કાળી દ્રાક્ષ પલાળીને પીવો છો તો તમારા શરીરને બમણો લાભ થાય છે. ચાલો તમને જણાવીએ કે સુકી દ્રાક્ષવાળા પાણીનું સેવન કરવાથી શું લાભ થાય છે.
એસિડીટી – જે લોકોને એસિડીટીની તકલીફ હોય છે તેમણે આ પાણી જરુરથી પીવું. તેમાં રહેલા ફાયબર્સ પેટ સાફ કરે છે અને ગેસ, એસિડીટીથી રાહત આપે છે. કબજિયાત એક સમસ્યા છે પરંતુ તેના કારણે શરીરને અન્ય સમસ્યા પણ થાય છે. તેથી 8 દિવસ સુધી રાત્રે પાણીમાં પલાળેલી દ્રાક્ષનું પાણી સવારે પીવાનું રાખો. આમ કરવાથી કબજિયાત દુર થાય છે.
રક્તની ઊણપ – જે લોકોના શરીરમાં રક્તની ઊણપ હોય તેમના માટે પણ આ પાણી લાભકારી છે. આ પાણીમાં આયરન અને કોપરનું પ્રમાણ વધારે હોય છે. તેથી આ પાણી પીવાથી શરીરમાંથી રક્તની ઊણપ દુર થાય છે. તેમાં બી-કોમ્પ્લેક્સ હોય છે જે શરીરને પોષણ આપે છે. તેનાથી એનિમીયા મટે છે.
નબળાઈ દુર થાય છે – સવારે દ્રાક્ષ પલાળેલું પાણી પીવાથી શરીરને થાક લાગતો નથી. રોજ સવારે આ પાણી પીવાથી શરીરની નબળાઈ દુર થાય છે.
આંખ તેજસ્વી બને છે – આંખ માટે કિસમિસનું સેવન કરવું લાભકારી છે. રાત્રે કિસમિસને પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરવાથી આંખની રોશની વધે છે.
શક્તિ વધે છે – જે લોકો દુબળા હોય અને શરીરમાં અશક્તિ રહેતી હોય તેમણે આ ઉપાય જરૂરથી કરવો. તેનાથી શરીરની નબળાઈ દુર થાય છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે. આ પાણી પીવાથી અને દ્રાક્ષ ખાવાથી શરીરની નબળાઈ તુરંત દુર થાય છે અને શરીરમાં એનર્જી વધે છે.