કેરી એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈ ને ભાવે છે. આખું વર્ષ લોકો કેરી માર્કેટમાં આવે તેની રાહ જોવે છે. ઉનાળામાં લોકો કેરીનો ભરપૂર આનંદ માણે છે. કેરી ફળોનો રાજા છે પરંતુ આખા વર્ષ દરમિયાન તે ફક્ત ઉનાળામાં જ ખાવા મળે છે.
ઉનાળા દરમિયાન કેરી ખાવાથી શરીરને ફાયદા પણ થાય છે. ઉનાળાની સીઝન નું ફળ શરીરને ખૂબ જ લાભ કરે છે. પરંતુ કેરીની સાથે તમે કેટલીક વસ્તુઓ ખાવ છો તો તેનાથી તમારા શરીરને ગંભીર નુકસાન થાય છે. કેરી ખાધા પછી નીચે દર્શાવેલી ત્રણ વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરવી.
રાયતું – કેરી ને લોકો જમવાની સાથે પણ ખાતા હોય છે. ઘણા ઘરમાં કેરીને સુધારીને ખાવામાં આવે છે. તો કેટલાક ઘરમાં કેરીનો રસ બને છે. પણ જ્યારે પણ જમવામાં કેરી હોય ત્યારે તેની સાથે રયતું લેવું ન જોઈએ. કેરી અને રાયતું બંને સાથે ખાશો તો શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે.
કારેલા – કારેલા ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ શાક ખૂબ જ લાભકારી છે. કારેલા શરીરના રક્તને શુદ્ધ કરે છે. તેને ખાવાથી અન્ય લાભ પણ થાય છે.. પરંતુ આ લાભ નુકસાન માં બદલી જાય છે જ્યારે તમે કારેલાને કેરી સાથે ખાવ છો.
કારેલા અને કેરી ને એક સાથે લેવાની ભૂલ કરવાથી શરીરમાં ઝેર ફેલાવા લાગે છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ, ઉલટી, રિએક્શન જેવી સમસ્યા થઈ શકે છે. તેથી કેરી અને કારેલાને ક્યારેય સાથે ન ખાવા.
લીલા મરચાં – ઘણા લોકોને આદત હોય કે જમતી વખતે તે લીલા મરચાં ખાતા હોય છે. પરંતુ જ્યારે કેરી ખાધી હોય ત્યારે લીલા મરચા ખાવા નહીં. કેરી મીઠી હોય છે અને મરચા તીખા.
જો આ બન્ને વસ્તુનું એક સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં રીએકશન થાય છે. જેના કારણે પેટમાં બળતરા અને પેટ સંબંધી તકલીફો થઈ જાય છે.