ઉનાળો આવે એટલે કાળઝાળ ગરમી સતાવવા લાગે છે. ઉનાળાની ઋતુ ગરમીના કારણે કોઈને પસંદ નથી હોતી. પરંતુ એક કારણ છે જેના માટે આ ઋતુની લોકો રાહ જોવે છે. આ કારણ છે કેરી. ઉનાળા દરમિયાન જ કેરી ખાવા મળે છે જેને ખાવા માટે લોકો ગરમી પણ સહન કરી લેતા હોય છે.
ઉનાળામાં કેરી મળવાની શરુઆત થાય ત્યાંથી કેરી મળતી બંધ ન થઈ જાય ત્યાં સુધી લોકો કેરી ખાય છે. ઘણા લોકો તો વર્ષ દરમિયાન ખાવા માટે તેને સ્ટોર પણ કરે છે. કેરી ખાવાના આવા શોખીનો માટે આજે એક મહત્વની જાણકારી આપી દઈએ.
કેરી ખાવી જોઈએ અને તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ કેરી સમસ્યા ત્યારે કરે છે જ્યારે તેને ખાધા પછી તમે આ 5 વસ્તુઓ ખાઓ છો. જી હાં એવી 5 વસ્તુઓ છે જેનું સેવન કેરી ખાધા પછી કરવું જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓ ખાઓ છો તો તમારા શરીર પર તેની ગંભીર અસરો થાય છે.
કેરીમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ, ફાયબર, મિનરલ અને વિટામીન હોય છે. તેનું સેવન આ વસ્તુઓ સાથે કરવાથી શરીર પર ગંભીર આડ અસર થઈ શકે છે. તો ચાલો જણાવીએ કઈ છે આ વસ્તુઓ.
પહેલી વસ્તુ છે પાણી. કેરી ખાધી હોય પછી તુરંત પાણી પીવું તમને ભારે પડી શકે છે. કેરી ખાઈને પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યા થાય છે. આમ કરવાથી પેટ ફુલવું, દુખાવો થવો, એસિડીટીની સમસ્યા થાય છે.
દહીં અને કેરી ખાવાથી પણ સમસ્યા થાય છે. કેરી અને દહીં સાથે ખાવાથી શરીરમાં ખાસ કરીને ત્વચામાં નુકસાન થાય છે. કેરી ગરમ તાસીરની હોય છે અને દહીં ઠંડું તેના મિશ્રણથી ત્વચા ખરાબ થઈ શકે છે.
ડાયાબીટીસના દર્દીઓ એકવાર કેરી ખાય તો પણ ચાલે પરંતુ કેરી સાથે કોલ્ડડ્રીક લેશો તો ગયા સમજો. કેરી ખાધા પછી કે તેની સાથે કોલ્ડડ્રીંક લેવાથી તબિયત ખરાબ થાય છે. કારણ કે તેનાથી શુગર વધી જાય છે.
કેરી અને કારેલા પણ જોખમી છે. કેરી ખાધા પછી ડાયટ બેલેન્સ કરવા કારેલા ખાવા હાનિકારક હોય શકે છે. તેને ખાવાથી એસિડીટી વધી જાય છે અને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે.
કેરી ખાવાની હોય તો સાથે તળેલું કે મસાલેદાર ભોજન કરવાનું પણ ટાળવું. આમ કરશો તો તમારા ચહેરા પર ખીલ થવા લાગશે.