આયુર્વેદ

5 જ મિનિટમાં પેટ થઈ જશે સાફ અને આંતરડાનો કચરો નીકળી જશે બહાર એવો જોરદાર અસરકારક છે આ ઉપાય.

આજના સમયમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડુ છે તેના કારણે તેમના આરોગ્ય પર સૌથી વધુ અસર થાય છે. તેમાં સૌથી વધારે જોવા મળે છે પેટ સંબંધિત સમસ્યાઓ. તેમાં પણ લોકોને સૌથી વધુ સતાવે છે કબજિયાતની સમસ્યા.

જે લોકો આહારમાં ફાસ્ટફૂડનું સેવન વધારે કરે છે અને આખો દિવસ બેસી રહે છે તેમને કબજિયાત થાય છે. આ સિવાય જે લોકો જમીને હલન ચલન કરવાને બદલે સીધા સુઈ જાય છે તેમને પણ કબજિયાત થાય છે.

કબજિયાતમાં આંતરડામાં પણ મળ જામી જાય છે. જેના કારણે પેટને લગતી સમસ્યા થાય છે. જ્યારે આંતરડા બરાબર સાફ થાય નહીં તો ગંભીર સમસ્યા થઈ શકે છે.

તો આજે તમને પેટ સાફ કરે તેવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી એક જ કલાકમાં પેટ સાફ આવે છે અને આંતરડા પણ અંદરથી સાફ થાય છે. આ ઉપાય કરવાથી એક જ કલાકમાં પેટ ખુલાસાબંધ સાફ આવે છે.

કબજિયાત દુર કરવાની શક્તિ લીંબુ ધરાવે છે. લીંબુમાં રહેલા તત્વ પેટ સાફ કરે છે. જો પાચન બરાબર ન હોય તો રોજ સવારે એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી જવાથી પેટ સાફ આવે છે.

પેટમાં કૃમિ થયા હોય તો અજમાનો પાવડર અને ગોળ સમાન માત્રમાં લઈ તેની નાની ગોળી બનાવી લેવી. આ ગોળીનું સેવન દિવસમાં 3 વખત કરવું.

આંતરડામાં બેક્ટેરિયાના કારણે ઈન્ફેકશન થયું હોય તો દાડમની છાલને સુકવી તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને પાણી સાથે દિવસમાં 2 વાર એક એક ચમચી લેવું.

રોજ જમતી વખતે એક પાકું ટામેટું સિંધાલુણ ઉમેરીને લેવાથી પેટની જીવાત અને કબજિયાત મટે છે.

લીમડાના કુણા પાનમાં એન્ટી બાયોટિક ગુણ હોય છે તેનો રસ કરીને પીવાથી આંતરડા સાફ થાય છે.

લસણ પણ પેટની તકલીફને દુર કરે છે. તેના માટે લસણની ચરણનીનો ઉપયોગ ભોજનમાં કરવો.

તુલીસના પાન ખાવઆથી પણ પેટની કૃમિ સહિતની તકલીફો મટે છે. તેના માટે રોજ સવારે તુલસીના પાંચ પાન ખાઈ લેવાથી કબજિયાત મટે છે.

જો રોજ પેટ સાફ આવતું ન હોય તો ભોજનમાં સલાડ વધારે પ્રમાણમાં લેવું. દિવસ દરમિયાન ગાજર, મૂળા, બીટ, ટામેટા વગેરે વધારે લેવા. સાથે જ જમતી વખતે પાણી પીવાનું ટાળો. જમ્યા પછી 30 મિનિટ પછી જ પાણી પીવાનું રાખો. આમ કરવાથી ખોરાકનું પાચન બરાબર થશે અને કબજિયાત મટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *