ડાયાબીટીસ, વધારે વજનની જેમ અનિંદ્રા પણ સામાન્ય સમસ્યા થઈ ચુકી છે. આજના સમયમાં લોકો માટે રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય વાત છે. પરંતુ લાંબા સમય સુધી આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આજના સમયમાં લોકોને કામની ચિંતા, માનસિક ચિંતાઓના કારણે અનિંદ્રા રહે છે. જ્યારે મગજને આરામ મળતો નથી ત્યારે અનિંદ્રાની સમસ્યા થાય છે. જો કે અનિંદ્રાનો ઈલાજ સમયસર કરવો જરૂરી છે. કારણ કે રોજ અપુરતી ઊંઘ કે રાત્રે ઊંઘ ન થાય તો તે સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ છે.
જે લોકોને રાત્રે ઊંઘ આવતી નથી તેમને વારંવાર પેશાબ કરવા જવું પડે છે, જ્યારે ઊંઘ આવે છે ત્યારે નશકોરા બોલે છે, ગળું સુકાય છે, શરીરના અંગમાં ખાલી ચડવી જેવી સમસ્યા રહે છે અને તેના કારણે ઊંઘ આવતી નથી.
આજે જે લોકોને અનિંદ્રાની તકલીફ હોય તેની ચિંતા દુર કરી દઈએ. આજે તમને જણાવીએ એવા ઘરેલું ઉપાયો વિશે જેને કરવાથી 5 જ મિનિટમાં તમને ઊંઘ આવી જશે.
સૌથી પહેલા તો એક નિયમ બનાવો કે રાત્રે જમ્યા પછી અડધો કિલોમીટર એકદમ ઝડપથી ચાલવાનું રાખશો. આમ કરવાથી ઊંઘ ઝડપથી આવે છે. આ સિવાય રાત્રે જમતી વખતે ભોજન સાથે ડુંગળીનું કચુંબર ખાવું જોઈએ.
જેને ઊંઘ ન આવતી હોય તેને રાત્રે જમ્યા પછી ગરમ દૂધમાં ગંઠોડાનું ચૂર્ણ અને ગોળ ઉમેરી આપવા. તેનાથી ઊંઘ ઝડપથી અને ગાઢ આવે છે.
જો તમે રોજ રાત્રે એક સફરજન ખાઈને સુવો છો તો 15 દિવસમાં અનિંદ્રાની સમસ્યા દુર થઈ જશે.
ગાઢ ઊંઘ માટે 1 ચમચો પોઈના પાનનો રસ 1 કપ દૂધમાં ઉમેરી પીવાથી ગાઢ ઊંઘ આવે છે. રાત્રે દૂધમાં ગંઠોળાનો પાવડર પલાળી દેવો. થોડીવાર પછી આ દૂધ પીવાથી અનિંદ્રા મટે છે.
વરિયાળીનો અર્ક દૂધમાં ઉમેરીને પીવાથી અનિંદ્રાની તકલીફ મટે છે. અનિંદ્રાના દર્દીને દૂધમાં ઘી અને હળદર ઉમેરીને આપવાથી પણ લાભ થાય છે.
ગાઢ ઊંઘ માટે દૂધમાં જાયફળ, પીપરીમૂળ અને સાકર ઉમેરીને ઉકાળી આ દૂધ પીવું જોઈએ.
ગંઠોળાના પાવડરમાં ગોળ અને ઘી ઉમેરીને ખાવાથી સારી ઊંઘ આવે છે.
જેને ઊંઘ ન આવતી હોય તેણે રાત્રે પગના તળીયામાં સરસવના તેલની માલિસ કરવી જોઈએ. આ સિવાય રાત્રે સુતા પહેલા 30 મિનિટ હળવી કસરત કરવાથી પણ ઊંઘ સારી આવે છે.