આયુર્વેદ

આ વસ્તુ ખાવાની કરી દો શરુઆત. વધતી ઉંમરે પણ નહીં દુ: ખે સાંધા અને હાડકામાં નહીં લાગે ઘસારો.

સાબુદાણાનો ઉપયોગ તમે ઉપવાસ દરમિયાન કર્યો હશે. સાબુદાણા સાગો નામના ઝાળના મૂળમાંથી જે પદાર્થ નીકળે છે તેમાંથી તૈયાર થાય છે. સાબુદાણા ફરાળમાં ઉપયોગમાં લેવાય છે. તે પોષકતત્વોથી ભરપુર હોય છે.

સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, વિટામીન્સ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને કેલેરી મળે છે. તેમાં કાર્બ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન વધારે હોય છે. તેમાં ચરબી ખૂબ ઓછી હોય છે.

સાબુદાણાનું સેવન કરવાથી હાડકાનો વિકાસ થાય છે. તેનાથી શરીરને કેલ્શિયમ મળે છે. તેમાં મેગ્નેશિયમ પણ વધારે હોય છે જે હાડકાને તુટતા બચાવે છે. શાકાહારી લોકો માટે સાબુદાણા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

અન્ય શાક કરતાં વધારે પ્રોટીન શરીરને સાબુદાણા આપે છે. જે લોકોને બોડી બનાવવી હોય તેમણે સાબુદાણા ખાવા જોઈએ. તેનાથી સ્નાયૂના વિકાસમાં મદદ મળે છે.

સાબુદાણા સવારે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહ છે. જેનાથી શરીરમાં સ્ફુર્તિ રહે છે. જે લોકો વજન વધારવા ઈચ્છતા હોય તેઓ દૂધ સાથે સાબુદાણાનું સેવન કરે તો વજન વધે છે.

સાબુદાણા ઝડપથી પચી જાય છે અને શરીરને શક્તિ આપે છે. સવારે નાસ્તામાં સાબુદાણા ખાવાથી શરીરને આખા દિવસ માટેની ઊર્જા મળી જાય છે. તેમાં ખનીજ , કાર્બ, કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં ઊર્જા વધારે છે.

ગર્ભવતી મહિલા માટે સાબુદાણા ઉત્તમ છે. તેમાં ફોલિક એસિડ હોય છે જે બાળકને પોષણ આપે છે. સાબુદાણા ખાવાથી ગર્ભમાં બાળકને ખોડખાપણ થાવાની શક્યતા ઘટી જાય છે.

સાબુદાણા ખાવાથી કબજિયાત પણ દુર થાય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સ્નાયૂ મજબૂત થાય છે. તેનાથી સાંધાના દુખાવા પણ દુર થાય છે.

જે લોકોને લોહીની ઊણપની સમસ્યા હોય તેમણે સાબુદાણા ખાવા જોઈએ. તેનાથી શરીરમાં આર્યન વધે છે અને એનિમિયા મટે છે. સાબુદાણા શરીરમાં રક્તકણ વધારે છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.

સાબુદાણાનો ઉપયોગ કરીને બનાવેલું ફેસ માસ્ક ત્વચાને નિખારે છે. સાબુદાણાનું ફેસ માસ્ક લગાવવાથી ત્વચા સુંદર થાય છે અને ઢીલી પડેલી ત્વચાને તે ટાઈટ બનાવે છે. તેનાથી ચહેરા પરની કરચલીઓ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *