એક જ દિવસમાં પેટની ગરમી નીકળી જશે અને પેટના ચાંદા મટી જશે, કરી લો આ અકસીર ઉપાય.

સુવાદાણા એક ઉત્તમ અને ઝડપથી અસર કરતી ઔષધિ છે. તેનો સ્વાદ તીખો હોય છે તેથી લોકો તેનું સેવન કરવાનું ટાળે છે. પરંતુ સુવાદાણાનો ઉપયોગ કરીને પેટની ગરમી ફટાફટ દુર કરી શકાય છે જેના કારણે મોઢાના ચાંદા મટે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય સુવાદાણા તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઈન્ફેકશનને પણ એક જ દિવસમાં દુર કરે છે. આ બધી જ સમસ્યાઓ દવા વિના દુર કરી શકે એટલી શક્તિ સુવાદાણામાં હોય છે. તે પચવામાં હળવા, વાયુને દુર કરનાર અને કૃમિ મટાડનાર છે.

તેનાથી શરીરને અઢળક લાભ થાય છે તેથી જ તો પ્રસૂતા સ્ત્રીને સુવા ખવડાવવામાં આવે છે. જેથી તેના શરીરમાંથી નબળાઈ દુર થાય છે અને સ્તનપાન કરતું બાળક પણ સશક્ત થાય. સુવા ખાવાથી પ્રસૂતા સ્ત્રીનું ધાવણ પણ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આજે તમને જણાવીએ કે સુવા દાણાનું સેવન કેવી રીતે કરી શકાય અને તેનાથી કઈ કઈ સમસ્યાઓ દુર થાય છે.

1. અડધી ચમચી સુવાદાણામાં એક ચમચી ગોળ ઉમેરીને બરાબર ચાવીને ખાવાથી ભૂખ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. અડધી ચમચી સૂવાનું ચૂર્ણ 1 ચમચી મધ અથવા ઘી સાથે લેવાથી યાદશક્તિ સુધરે છે અને મગજની નબળાઈ દુર થાય છે.

3. સાંધાનો દુખાવો અને સોજો મટાડવા હોય તો એક ગ્લાસ દૂધમાં સુવાના પાનની પેસ્ટ, અળસી અને એરંડાના બીજ ઉમેરી પી જવું.

4. નાના બાળકોને કૃમિના કારણે પેટમાં દુખાવો થતો હોય તો સુવાને પાણી સાથે વાટી અને બાળકને પીવડાવવાથી તુરંત આરામ મળે છે.

5. બાળકને હેડકી ચડી હોય અથવા તો ઉલટી બંધ થતી ન હોય તો સુવાનું પાણી પીવડાવવાથી તુરંત રાહત થાય છે.

6. સુવાનું સેવન કરવાથી ધાવણ વધે છે અને યોનિશૂળ મટે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી ગર્ભાશયની સમસ્યા મટે છે.

7. સુવાનું પાણી પીવાથી પેશાબની સમસ્યા દુર થાય છે અને પથરીથી પણ આરામ મળે છે.

8. સૂવાનું સેવન મધ સાથે કરવાથી ઉલ્ટી તુરંત બંધ થાય છે. તેનાથી મૂત્રાશની અને મૂત્રપીંડની તકલીફો મટે છે.

9. પાચન શક્તિ સુધારવી હોય તો નિયમિત જમ્યા પછી અડધી ચમચી સુવાનો પાવડર ખાવાથી પેટની તકલીફો દુર થાય છે.

10. 20 ગ્રામ સુવા દાણા, 5 ગ્રામની માત્રામાં હરડે, પીપરી, તજ, વરિયાળી, અઢી ગ્રામ હીંગ, 30 ગ્રામ સંચળ લઈ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણની એક ચમચી લેવાથી પેટના કૃમિ, ગરમી, લીવરની તકલીફો દુર થાય છે.

Leave a Comment