દોસ્તો દરેક ઘરમાં બપોરની રસોઈમાં રોટલી શાક સાથે છે દાળ ભાત અચૂક બને છે. દાળ અને ભાત વિના દરેક ગુજરાતી નું ભોજન અધૂરું રહી જાય છે. દરેક ગુજરાતી ઘરમાં એક સમય તો દાળ ભાત બને જ છે.
ઘણા લોકો એવા હોય છે જેને રોજ દાળભાત જોઇએ જ છે. જો કે આજના સમયમાં વધતા વજનની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.
તેવામાં કેટલાક લોકો એવું માને છે કે ભાત ખાવાથી નુકસાન થાય છે અને વજન વધે છે. પરંતુ આજે તમને જણાવીએ કે દાળ ભાત રોજ ખાવાથી શરીરને કયા કયા લાભ થાય છે.
દાળ અને ભાત નું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીર મજબૂત બને છે. દાળને ભાત ખાવાથી શરીરને જે પોષક તત્વોની જરૂર હોય છે તે પૂરા પડે છે. તો ચાલો આજે જણાવી દઈએ કે દાળ અને ભાત કેવી રીતે શરીરને ઉપયોગી થાય છે.
1. આપણું શરીર વ્યવસ્થિત ચાલે તે માટે જરૂરી છે કે શરીરને બધાં જ પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળે. જો શરીરમાં કોઈપણ પોષક તત્વની ઉણપ હોય તો શરીર બરાબર ચાલતું નથી. તેવામાં જો તમે ભોજનમાં દાળ અને ભાત ખાશો તો શરીરને પોષક તત્વો મળશે અને સાથે જ ઊર્જા પણ મળશે.
2. માન્યતા એવી છે કે ભાત ખાવાથી વજન વધે છે પરંતુ હકીકતમાં તો દાળ અને ભાત વજન ઓછું કરવામાં મદદરૂપ છે. શરીરને ફાઈબરની ખૂબ જ જરૂરિયાત હોય છે જ્યારે તમે દાળ ભાત ખાઓ છો ત્યારે શરીરની આ જરૂરિયાત પૂરી થાય છે, જેના કારણે ભોજન સરળતાથી પચે છે.
દાળ ભાત માં રહેલું ફાઇબર પેટ લાંબો સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી નથી જેના કારણે વજન ઝડપથી ઘટે છે. તમે ઈચ્છો તો ભોજનમાં બ્રાઉન રાઈસ નો સમાવેશ કરી શકો છો.
3. શાકાહારી લોકોને દિવસ ની જરૂરિયાત મુજબનું પ્રોટીન મળી રહેતું નથી જેના કારણે શરીરમાં અનેક રોગ થાય છે. પ્રોટીનની ઊણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેવામાં જો તમે ભોજનમાં દાળ-ભાત નો સમાવેશ કરો છો તો શરીરમાં પ્રોટીનની કમી રહેતી નથી અને શરીરમાં કોઈ રોગ પણ પ્રવેશ કરતો નથી. કારણ કે શરીર મજબૂત બની જાય છે.
4. દાળ ભાત ખાવાથી હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે. જ્યારે આપણું હૃદય બરાબર કામ નથી કરતું તો જીવ પર જોખમ ઊભું થાય છે. તેવામાં હાર્ટને હેલ્ધી રાખવા માટે દાળ ભાતનો ભોજન માં સમાવેશ કરવો જોઈએ.
દાળ ભાત માં ફોલેટ નામનું તત્વ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે અને રોગ નું ઘર બનતું અટકાવે છે. તેનાથી બ્લોક થયેલ ધમનીઓ પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.