30 દિવસમાં પાતળા પાપડ જેવા માંથી બની જશો તંદુરસ્ત, ફોલો કરો આ સ્પેશિયલ ડાયટ ટીપ્સ.

દોસ્તો જે લોકોનું વજન વધારે હોય છે તેઓ તો ચિંતીત રહેતા જ હોય છે. પરંતુ જે લોકોનું વજન જરુર કરતાં પણ ઓછું હોય તે લોકો વધારે ચિંતામાં રહે છે. વધુ પડતા પાતળા લોકોને બાકસની સળી, પાતળો પાપડ, મકોડી પહેલવાન જેવા ઉપનામથી ચીડવવામાં પણ આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાતળા લોકો માટે અન્ય એક સમસ્યા એ પણ હોય છે કે તેઓ ગમે તેટલો પ્રયત્ન કરે તેમનું વજન જોઈએ તેટલું ઝડપથી વધતું નથી. વળી તેમના માટે યોગ્ય સાઈઝના કપડા પણ મળતા નથી. આરોગ્યની દ્રષ્ટિએ પણ વધારે પડતું ઓછું વજન હાનિકારક છે.

જેવી રીતે વજન ઘટાડવાનો આધાર તમારે વ્યાયામ અને આહાર પર હોય છે તેવી જ રીતે જો વજન વધારવું હોય તો આહાર જ મુખ્ય ભાગ ભજવે છે. યોગ્ય આહાર લેવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે અને સ્નાયૂને ડેવલપ થવામાં મદદ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેને વજન વધારવાનું હોય છે તેના માટે જરૂરી છે કે તે દિવસ દરમિયાન વધુ કેલેરી શરીરમાં ગ્રહણ કરે. વજન વધારવા માટે ફેટવાળી વસ્તુઓનું સેવન કરવાની ભુલ ન કરવી જોઈએ.

વજન વધારવા માટે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલેરી એ બધું જ સમાવિષ્ટ થાય તે પ્રકારનો ખોરાક લેવો જોઈએ. તો તમને વજન વધારવાનો ઉપાય જણાવીએ તે પહેલા એ જણાવી દઈએ કે વજન ઓછું છે તે વાત નક્કી કઈ રીતે થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તો જાણી લો કે કોઈપણ વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્સ એટલે કે બીએમઆઈ 18.5 કે તેનાથી ઓછો હોય તો તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિનું વજન ઓછું છે. ઘણી વખત થાઈરોડ, કેન્સર, એચઆઈવી જેવી બીમારીના કારણે પણ અચાનક વજન ઘટી જાય છે. તેવામાં જો વજન ઘટતું હોય તો પહેલા આ અંગે તપાસ કરી લેવી.

હવે તમને જણાવીએ કે માત્ર 30 દિવસમાં પાતળા પાપડ જેવા શરીરને તંદુરસ્ત શરીર કેવી રીતે બનાવવું અને વજન કેવી રીતે વધારવું.

1. સૌથી પહેલા તો જમવાના સમયની 1 કલાક પહેલાથી પાણી પીવાનું ટાળો. કારણ કે પાણી પીવાથી પેટ ભારે થઈ જાય છે અને ખોરાક ખાઈ શકાતો નથી.

2. આ સિવાય એક સાથે વધારે જમી લેવાને બદલે દિવસ દરમિયાન થોડી થોડી કલાકે હેલ્થી વસ્તુઓનું સેવન કરતાં રહો. આમ કરવાથી શરીરમાં વધારે કેલેરી જશે.

3. નિયમિત રીતે નાસ્તો કરવાની ટેવ પાડો. ખાસ કરીને સવારનો નાસ્તો પ્રોટીનયુક્ત હોય તે વાતનું ધ્યાન રાખવું. સવારે નાસ્તા સાથે બદામ, ગોળ-દાળીયા, પીનટ બટર, લાડુ જેવી વસ્તુઓ પણ લઈ શકાય છે. આ સિવાય પાણી પીવાને બદલે દૂધ પીવાનું રાખો. તમે નાસ્તા સાથે પ્રોટીન શેક પણ લઈ શકો છો.

4. દિવસ દરમિયાન જે પણ ખોરાક લો તે કેલેરીથી ભરપુર હોય તો જરૂરી છે. આ સિવાય ફળ પણ એવા લેવા જોઈએ જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય.

5. દિવસની શરુઆત હળવી કસરતથી કરો. એવી કસરતો કરો જે તમારી ભૂખને જાગૃત કરે. કસરત પછી જે આહાર લો તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તે જરૂરી છે.

6. દિવસ દરમિયાન આટલી પ્રવૃતિ કર્યા પછી રાતની ગાઢ અને પુરતી ઊંઘ જરૂરી છે. જેથી વધારે ઉજાગરા કરવાનું ટાળી સમયસર સુવાની આદત પાડો. જો તમને ધુમ્રપાન કે અન્ય વ્યસન હોય તો તેને પણ તુરંત છોડો.

Leave a Comment