આ આસન છે જોરદાર, માત્ર 5 મિનિટ કરવાથી ગેસ, અપચો, કબજિયાત ની સમસ્યા ભાગે છે દૂર, મળે છે ગેરંટી સાથે પરિણામ.

દોસ્તો વર્તમાન સમયની દોડધામ ભરેલી જીવનશૈલી, અનિયમિત આહાર અને બેઠાળુ જીવનના કારણે કેટલીક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. આ બીમારીઓને લોકો પોતાના જીવનનો એક ભાગ સમજવા લાગ્યા છે અને એટલે જ તે થાય તો તેને મોટાભાગના લોકો ગણકારતા પણ નથી. પરંતુ આ ભુલ ભારે પડી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી જ એક સમસ્યા છે પેટનો ગેસ, આ તકલીફ એવી છે જે મોટાભાગના લોકોને અનિયમિત આહાર અને બેઠાળુ જીવનના કારણે થાય છે. ઘણા લોકો તેમની દિનચર્ચામાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને કસરત કરવાનો સમય મળતો નથી.

તમે પણ જો આવા લોકોમાંથી હોય જેમના જીવનમાં સમયનો અભાવ છે તો આજે તમારા માટે એવા આસનની જાણકારી લાવ્યા છીએ જેને કરવા માટે તમારે ફક્ત 5 મિનિટનો સમય આપવાનો છે અને આ આસન તમને કાયમ માટે પેટના ગેસથી મુક્ત કરી દેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ યોગ આસન શરુ કર્યાના થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. આ આસન કરવા માટે તમારે રોજ 5 મિનિટનો સમય કાઢવાનો છે. બસ 5 મિનિટનો સમય કાઢવાની આદત પડી જશે પછી તમારે પેટના ગેસ માટે દવા ખાવાની જરૂર નહીં પડે અને તમે તમારું મનપસંદ ભોજન પણ બિંદાસ્ત ખાઈ શકો છો.

પેટના ગેસનો કાયમી ઉપાય કરતાં પહેલા તે કયા કારણે થાય છે તે જાણવું જરૂરી છે તો જણાવી દઈએ કે પેટનો ગેસ તણાવ, ચિંતા, ધુમ્રપાન, ક્રોધના કારણે પણ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અપચાની સમસ્યા હોય ત્યારે પણ પેટમાં ગેસ બનવા લાગે છે. આ સિવાય વધારે મસાલેદાર કે તળેલું ભોજન કરવાથી પણ ગેસ થાય છે. ફાસ્ટફૂડ, બ્રેડ, દૂધ, વાસી ખોરાક લેવાથી પણ ગેસ થાય છે.

પેટમાં ગેસ અનેકકારણોના લીધે છે થાય છે અને તેના કારણે તમારે ઘણીવાર શરમમાં પણ મુકાવું પડે છે. ત્યારે જો તમારે આ સમસ્યાથી કાયમ માટે બચવું હોય તો તમને તેનો ઉપાય જણાવી દઈએ. આ ઉપાય કોઈ દવા નથી પરંતુ યોગ છે. તમારે માત્ર એક યોગાસન 5 મિનિટ કરવાનું છે.

પેટના ગેસને કાયમ માટે દૂર કરવા માટે પવનમુક્તાસન આસન કરવાનું છે. તેનાથી પેટમાં ભરાયેલો ગેસ રીલીઝ થાય છે. આ આસન કરવા માટે તમારે જમીન ઉપર પીઠ રહે તે રીતે સીધા સુઈ જવું. ત્યારબાદ જમણા પગને ઘુંટણથી વાળી છાતી સુધી લાવો અને પછી ડાબા પગને આ રીતે વાળી લો.

ત્યારબાદ શક્ય હોય એટલું માથું ઉંચકો અને ઘુંટણ તરફ લઈ જવું. પ્રયત્ન કરવો કે નાક ઘુંટણને સ્પર્શે, પરંતુ આ કરવા માટે જોર નથી કરવાનું. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી નાક ઘુંટણને અડતું થશે.

શરુઆતમાં માથું જ્યાં સુધી લઈ જઈ શકાય એટલું જ લઈ જવું. ત્યારપછી જેમ સુતા હતા તે સ્થિતિમાં આવી જવું, આ રીતે 5 મિનિટ આ આસન કરવું. આ આસન કરવાથી પેટની તકલીફ કાયમ માટે દુર થઈ જશે.

આ આસન પેટની સાથે ફેફસાને પણ તંદુરસ્ત રાખે છે. જો કે જે લોકોને ઘુંટણનો દુખાવો હોય, ગરદન કે પીઠમાં કોઈ સમસ્યા હોય તેમણે આ આસન કરવું નહીં. આ સિવાય જમ્યા પછી તુરંત પણ આ આસન કરવું જોઈએ નહીં.

Leave a Comment