તમારી આ 6 ભૂલોને લીધે જ થાય છે વાળ ખરવાની સમસ્યા, સમયસર સુધારી લેશો તો જલદી વૃદ્ધ થતા બચી જશો.

દોસ્તો જ્યારે પણ મહિલાઓ મળે છે અને વાતચીત કરે છે ત્યારે કેટલીક બાબતો ચર્ચાનો વિષય હોય છે. તેમાં એક વાત અચૂક થી આવે. આ સમસ્યા દરેક મહિલા માટે ગંભીર હોય છે. આ સમસ્યા છે ખરતા વાળની.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખરતા વાળ મહિલાઓ માટે મહા મુસીબત હોય છે. એક તો પહેલાથી જ કરતા હોય છે અને તેમાં પણ તેની ચિંતા કરવામાં વધારે વાળ ખરવા લાગે છે. તેમાં પણ જ્યારે વાળમાં શેમ્પૂ કરવામાં આવે ત્યારે તો વધારે પ્રમાણમાં વાળ ખરે છે.

ખરતા વાળની સમસ્યા મોટાભાગની મહિલાઓને હોય છે. વાળ ખરવા કે સામાન્ય પ્રક્રિયા પણ છે. પરંતુ રોજ જો વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે વધારે પ્રમાણમાં વાળ ખરવા એ મહિલાઓમાં છ સમસ્યાનો લક્ષણ હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે તમને જણાવીએ કે આ 6 સમસ્યાઓ કઈ છે અને ખરતા વાળને કેવી રીતે અટકાવવા તે જણાવીએ. જો કોઇ મહિલાને આ છ કારણોને લીધે વાળ ખરતા હોય તો તે ગમે તેટલા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે પરંતુ ખરતા વાળની સમસ્યા બંધ થઈ શકતી નથી.

નિષ્ણાતોને મતે દિવસ દરમિયાન 50 થી 100 જેટલા વાળ ખરે તો તે કોઈ સમસ્યા નથી. પરંતુ રોજ તેના કરતાં વધારે પ્રમાણમાં વાળ ખરે તો તે નીચે દર્શાવેલી સમસ્યાઓના કારણે હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. એનિમિયા – એનીમિયા એટલે કે લોહીની ઉણપ, મોટાભાગની મહિલાઓ આ સમસ્યાનો સામનો કરતી હોય છે. લોહીની ઉણપના કારણે શરીરમાં આયરન ઓછું થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.

કારણ કે મોટાભાગની મહિલાઓ દિવસની દોડધામ દરમિયાન પોતાના ભોજન અને પૌષ્ટિક આહારનું ધ્યાન પણ રાખતી નથી. તેના કારણે શરીરમાં આયરનની ખામી સર્જાય છે. તેવામાં જો તમે પૌષ્ટિક આહારનું સેવન શરૂ કરશો તો તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

2. ડાયટિંગ – ઘણી મહિલાઓ વજન ઘટાડવા માટે અને શરીરને ફિટ દેખાડવા માટે ડાયટીંગ કરવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન શરીરને જરૂરી પૂરતા પોષક તત્વો મળતા નથી અને વાળ ખરવા લાગે છે. ડાયટીંગ કરતાં પહેલાં હંમેશા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પછી જ તેની શરૂઆત કરવી જોઈએ.

3. મેનોપોઝ – મહિલાઓમાં જ્યારે વધારે પડતી ચિંતા અને સ્ટ્રેસ જોવા મળે છે તો મેનોપોઝ એક્ટિવ થઈ જાય છે. આ એક પ્રકારનો હોર્મોનલ ફેરફાર છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. તેથી સૌથી પહેલા ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ.

4. થાઇરોડ – થાઇરોઇડ ગ્રંથિ ખરાબ થવાના કારણે આ સમસ્યા થાય છે. જેના લક્ષણો વાળ ખરવું પણ છે. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરે તો તુરંત જ થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લેવો અને ડોક્ટર પાસે સલાહ લેવી.

5. કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ – ઘણી મહિલાઓ પોતાના વાળની સ્ટાઇલ માં રાખવાનું પસંદ કરે છે તેથી તેઓ કેમિકલયુક્ત ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે આ કારણે પણ વાળ ખરવા લાગે છે.

6. ગર્ભાવસ્થા – ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આ ફેરફારને કારણે ઘણી વખત વાળ પણ ખરવા લાગે છે. તેથી જરૂરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન તમે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવાનું શરૂ કરો. જેથી વાળ ખરવાનું બંધ થઈ જાય.

Leave a Comment