હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે નાગરવેલનું પાન, આ રીતે કરશો સેવન તો નહીં આવે ક્યારેય પ્લાસ્ટર.

દોસ્તો આપણે હલનચલન કરી શકીએ છીએ. અલગ અલગ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તેના માટે હાડકા જવાબદાર છે. આપણા શરીરના દરેક અવયવ ને સશક્ત રાખવાની ભૂમિકા હાડકા ભજવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હાડકા આ કારણે જ આપણું શરીર સશક્ત રહે છે. હાડકા ન હોય તો શરીરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ વાતનું ઉદાહરણ એ પણ છે કે, જ્યારે આપણે કોઈ ઈજા થાય અને હાડકામાં નાનકડી ક્રેક પણ પડે તો અસહ્ય પીડા થાય છે.

જે ભાગમાં ઇજા થઇ હોય તેનું હલનચલન બંધ થઈ જાય છે. આ વાત પરથી જ સમજી શકાય છે કે હાડકા આપણા શરીરનું કેટલું મહત્વનું અંગ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એટલા માટે જ જરૂરી છે કે આપણા શરીરના હાડકા મજબૂત હોય. જો હાડકા નબળા હોય તો નાની મોટી ઈજા થવાથી પણ હાડકાંમાં ફેકચર થઈ શકે છે. ઘણા લોકોને તો ફ્રેક્ચર એવું થાય છે કે જેમાં ઓપરેશન કરીને પ્લેટ બેસાડવી પડે. તેનું કારણ હોય છે કે તેમના હાડકા ખૂબ જ નબળા હોય છે.

દોસ્તો નાની – મોટી ઇજા થી પણ હાડકાં તૂટી જાય છે. તેવામાં હાડકા મજબૂત બને તેના માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખાસ કરીને તમે જોયું હશે કે જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને હાડકામાં તકલીફ થાય તો તેને સ્વસ્થ થવામાં વધારે સમય લાગે છે. કારણ કે વધતી ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમની ખામી સર્જાતી રહે છે.

જેના પરિણામે હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળતું નથી. તેવામાં જરૂરી છે કે વધતી ઉંમરની સાથે કેલ્શિયમ શરીરને મળતું રહે તેવી વ્યવસ્થા થાય.

શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ખામી દૂર થાય તેવો એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવા માટે તમારે કોઇ દવા ખાવાની જરૂર નથી. તમને જરૂર પડશે નાગરવેલનાં પાન અને ચૂનાની.

નાગરવેલના પાન ને ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો.  તમારે રોજ એક નાગરવેલના પાનનો ઉપયોગ કરવાનો છે. આ સાથે જ ચુના ને પાણીની બોટલમાં ઉમેરીને તેમાં પાણી ભરી બરાબર હલાવી લો.

આ રીતે ચૂનાનું પાણી તૈયાર કરી રાખો. ત્યાર પછી જમ્યા પછી રોજ એક નાગરવેલના પાનમાં ચૂનાના પાણીનાં થોડાંક ટીપાં ઉમેરીને ખાઈ જવું.

નિયમિત રીતે ચુના પાણીવાળું નાગરવેલનું પાન ખાશો તો તમારા હાડકા મજબૂત થશે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ નહીં રહે.

Leave a Comment