આયુર્વેદ

રાતે પલાળીને સવારે ખાઈ લ્યો આ એક વસ્તુ, શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી, એનીમિયા થી મળશે આરામ.

દોસ્તો આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ છે કે દિવસ દરમિયાન લેવાતા ખોરાકમાં પોષક તત્ત્વોનો અભાવ હોય છે.

પોષક તત્વો શરીરને ન મળે ત્યારે શરીરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. પોષક તત્વોના અભાવના કારણે જે સમસ્યા સૌથી વધુ જોવા મળે છે તે છે એનિમિયા.

એનીમિયા એટલે કે લોહીની ઉણપ. આવું ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય.

જ્યારે શરીરમાં હિમોગ્લોબીનની ખામી સર્જાય છે ત્યારે લોહીની ઉણપ થવા લાગે છે. તેવામાં શરીર નબળું પડવા લાગે છે અને ત્વચા ફિક્કી પડી જાય છે. જેનું હિમોગ્લોબીન ખૂબ જ ઓછું હોય તે કોઈ પણ કામ કરે તો ઝડપથી થાક લાગે છે.

હિમોગ્લોબીન ઓછું હોય તેને માથામાં સખત દુખાવો રહે છે અને આંખમાં પણ બળતરા ની સમસ્યા થાય છે. આ લક્ષણો જણાતા હોય તેના શરીરમાં લોહીની ઉણપ હોય જ છે.

આજે લોહીની ઊણપને દવા વિના ઝડપથી દૂર કરવાનો એક અકસીર ઉપાય જણાવીએ. આ ઉપાય શરૂ કર્યાની સાથે જ તમને શરીરમાં સ્ફૂર્તિ જણાશે અને ધીરે ધીરે હિમોગ્લોબીન નું પ્રમાણ પણ શરીર માં વધી જશે.

અલગ – અલગ ડ્રાય ફ્રુટ માંથી એક છે અંજીર. અંજીર હિમોગ્લોબીન વધારવા નું કામ કરે છે. આમ તો દરેક ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ અંજીર જ એક એવું છે જે લોહીની ઊણપને દૂર કરવા માટે બેસ્ટ છે. જો કે એનિમિયા ને દુર કરવા માટે અને ખાસ રીતે ખાવાનું હોય છે.

આ ઉપાય કરવા માટે રાત્રે એક કપ પાણીમાં અંજીરના ટુકડા કરીને પલાળી દો. સવારે ખાલી પેટે આ અંજીર ચાવીને ખાઈ જવું અને પાણી પી જવું. આવું દસ દિવસ કરવાથી ધીરે-ધીરે હિમોગ્લોબીનનું પ્રમાણ વધવા લાગશે.

જો અંજીર તમે ખાઈ શકો નહીં તો લોહીની ઉણપ દૂર કરવા માટે તમે બીટનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બીજના એક ટુકડા નો અને તેના પાનનો રસ કાઢી લેવો.

બીટના એક કપ રસમાં થોડો લીંબુ ઉમેરીને રોજ સવારે પી જવું. થોડા જ દિવસોમાં ત્વચા પર તેજ આવશે અને લોહીની ઊણપ પણ ધીરે ધીરે દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *