સપ્તાહમાં ફક્ત બે વખત કરી લો આ કામ, દૂધ જેવો ચમકી જશે ચહેરો, ખીલ ડાઘથી મળશે મુક્તિ.

દોસ્તો આજના સમયમાં યુવક અને યુવતી બંનેની ઈચ્છા હોય છે કે તેનો ચહેરો બેદાગ અને સુંદર હોય. આ ઈચ્છાને પુરી કરવા માટે ખાસ કરીને યુવતીએ મોંઘી ફેસ પ્રોડક્ટ વાપરે છે ,નિયમિત પાર્લરમાં જાય છે અને અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ આ બધું કર્યા પછી જે સુંદરતા મળે છે તે થોડા સમય માટે જ હોય છે. પ્રોડક્ટની અસર ઓછી થવા લાગે એટલે ચહેરો ફરીથી ડલ થવા લાગે છે. વળી કેટલાકને તો તેનાથી સ્કીન એલર્જી પણ થઈ જાય છે.

ટુંકમાં કેમિકલયુક્ત વસ્તુઓ દરેકને સુટ કરતી નથી. જેમને આવી પ્રોડક્ટ સુટ કરતી નથી તેમના માટે સુંદર ચહેરો પ્રાપ્ત કરવો શક્ય છે. સુંદર અને બેદાગ ચહેરો પામવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરુરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેમકે પુરતા પ્રમાણમાં પાણી પીવું, પોષ્ટિક આહાર લેવો અને રાત્રે સૂતા પહેલા મેકઅપ કાઢી ચહેરો સાફ કરવો વગેરે. આ સિવાય કેટલાક એવા ઉપાય પણ છે જેને કરવાથી તમારો ચહેરો હિરોઈન જેવો થઈ શકે છે.

ચહેરાની સુંદરતા માટે જરૂરી બાબતો કઈ છે તે જણાવતા પહેલા જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો સ્ટ્રેસથી દૂર રહેવાનું છે. જો તમને ક્રોધ વારંવાર આવતો હોય તો તેને ટાળો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બે કામ નહીં કરો તો નીચે દર્શાવેલા ઉપાયની અસર ઝડપથી દેખાશે નહીં. આ સિવાય નિયમિત આહારમાં સીઝનલ ફ્રુટ અને શાકભાજી ખાવાની આદત પાડો. તેનાથી પણ ચહેરા પર ચમક આવશે.

એલોવેરા એટલે કે કુંવારપાઠું. કુંવારપાઠું ત્વચા માટે ઉત્તમ વસ્તુ છે. તેનાથી ચહેરાની ચમક વધે છે અને વધતી ઉંમરના કારણે પડતી કરચલીઓ દૂર થાય છે. કુંવારપાંઠુ ચહેરાની ત્વચાને ડ્રાય થવા દેતું નથી.

એલોવેરાનો ઉપયોગ કરવાથી ખીલ પણ થતા નથી. તમે દિવસ દરમિયાન ત્વચા ઉપર મોઈશ્ચુરાઈઝરને બદલે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા ત્વચા પર એલોવેરા જેલથી મસાજ કરવી.

ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ગ્રીન ટી નો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચા સુંદર થાય છે. તેનો ઉપયોગ કરવાથી સન ટેનની સમસ્યા દુર થાય છે. આ સિવાય ત્વચાના કેન્સરનું જોખમ પણ ઘટે છે. તેના માટે ગ્રીન ટીને પાણીમાં ઉકાળો અને પછી તેમાં થોડી મલાઈ ઉમેરી ચહેરા પર તેનાથી મસાજ કરો.

નાળિયેરનું તેલ અતિ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા વધતી ઉંમરે પણ ટાઈટ રહે છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમે નાળિયેરના તેલથી ત્વચા પર મસાજ કરો. તેનાથી ત્વચાની કરચલીઓ દુર થાય છે અને ત્વચામાં ચમક આવે છે.

નિયમિત રીતે એક નાળિયેરનું પાણી પીવાનો આગ્રહ રાખો. ગર્ભાવસ્થામાં તો મહિલાઓને ખાસ પીવડાવવામાં આવે છે. નાળિયેરનું પાણી પીવાથી ચહેરો ચમકદાર બને છે.

ચણાના લોટમાં થોડી હળદર અને પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો ચમકી જશે.

કાચા દૂધમાં ચણાનો લોટ અને મધ ઉમેરીને ચહેરા પર લગાવો. આ પેસપેકનો ઉપયોગ સપ્તાહમાં 2 જ વાર કરવાનો છે. તેનાથી ત્વચા સુંદર અને ચમકદાર બને છે.

Leave a Comment