આયુર્વેદ

40 વર્ષની ઉંમરે પણ 25 જેવા દેખાવું હોય તો રોજ સવારે ભુલ્યા વિના કરી લેવા આ 3 કામ, ગેરંટી સાથે અવશ્ય દેખાવા મળશે ફરક.

દોસ્તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ જાહેર કરી ચુક્યું છે કે વધતી ઉંમરની અસરને ઘટાડવી એ આપણા હાથમાં છે. એટલે કે મોટાભાગના એવા પરીબળો છે જેને તમે નિયંત્રણમાં કરી શકો છો અને ચહેરા તેમજ શરીર પર દેખાતી વધતી ઉંમરની અસરને ઘટાડી શકો છો.

જો આ પરિબળોને તમે નિયંત્રણમાં રાખો તો તમે પણ 40 વર્ષ પછી પણ 25 વર્ષના હોય તેવી જ ત્વચા અને સ્વાસ્થ્ય મેળવી શકો છો.

વૃદ્ધાવસ્થા પર તો કોઈ નિયંત્રણ કરી ન શકે પરંતુ તમે નિયમિત રીતે કેટલાક કામ કરવાનું શરુ કરશો તો ચોક્કસથી તમારી સુંદરતાને કેદ કરી શકો છો.

આપણા બધાના દિવસની શરુઆત સવારે પડે એટલે થઈ જાય છે. પરંતુ આ સવાર પડતા જ જો તમે બધા કામ પડતા મુકી 3 વસ્તુ કરી લેશો તો તમારી વૃદ્ધાવસ્થા તમારી સુંદરતા પર ભારે પડશે નહીં.

1. સવારના સમયે લીંબુ પાણી :- સવારે જાગો એટલે બીજું કંઈક કરવાને બદલે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધું લીંબુ ઉમેરીને પી જવું. જો તમને સવારે ઉઠતાંવેત ચા કે કોફી પીવાની આદત છે તો તેને બદલીને લીંબુ પાણી પાવાનું શરુ કરો.

આ પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સીન મૂત્રવાટે બહાર નીકળી જાય છે. કારણ કે તે મૂત્રવર્ધક છે. આ સિવાય વિટામીન સી ત્વચાને સુંદર બનાવે છે. તેના સેવનથી એસિડીટી, હાર્ટબર્ન, ગેસ વગેરે તકલીફો પણ દૂર થાય છે.

2. અળસી ખાવાની આદત પાડો :- સવારે ખાલી પેટ સૌથી પહેલા લીંબુનું પાણી પી લીધા પછી તમારે અળસી ખાવાની છે. આ માટે તમારે રાત્રે અળસીને પાણીમાં પલાળી દેવાની છે.

સવારે આ પલાળેલી અળસીને સંતરાના રસમાં ઉમેરીને પી જવાની છે. જો તમે ઈચ્છો તો તેને દહીં કે પ્રોટીન શેક સાથે પણ લઈ શકો છો. અળસીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. વળી તે કેન્સર, સ્ટ્રોક, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમના જોખમને પણ દૂર કરે છે.

3. વિટામીન ડી :- જો તમે દિવસ દરમિયાન એક ગ્લાસ પણ દુધ પીતા નથી તો આજથી જ શરુ કરી દો. વિટામીન ડીની ઉણપ ત્વચાને તુરંત અસર કરે છે. તેના કારણે બોન ડેન્સિટી પણ ઘટે છે.

વધતી ઉંમરમાં આ તકલીફ ગંભીર સાબિત થઈ શકે છે. ખાસ કરીને સ્ત્રીઓએ હાડકાને મજબૂત રાખવા માટે દિવસમાં 2 ગ્લાસ દૂધ અચુક પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *