દોસ્તો વજન ઘટાડવા માટે સૌથી જરૂરી વસ્તુ છે નિયમિત વ્યાયમ અને સંતુલિત તેમજ વજન ઘટાડવામાં મદદ કરે તેવા આહારનું સેવન કરવું. ઘણા લોકો વજન ઘટાડવા માટે મહેનત તો ઘણી કરે છે પરંતુ યોગ્ય જાણકારીના અભાવના કારણે તેમને મહેનત અનુસાર લાભ થતો નથી.
તો જો તમે પણ આવા લોકોમાંથી એક છો અથવા તો એવા કોઈને જાણો છો. જેમને વજન ઘટાડવું છે પણ ઘટતું નથી તો તેમને આ જાણકારી જરૂર આપો. વજન ઘટાડવા માટે પ્રોટીન મહત્વનું છે.
પ્રોટીનનું સેવન કરવાથી શરીર શેપમાં આવે છે અને મેટાબોલિઝમ વધે છે. પ્રોટીનનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભુખ લાગતી નથી પરિણામે વધેલું વજન ઝડપથી ઘટે છે અને વજન વધતું પણ અટકે છે.
તો ચાલો આજે તમને એવી 8 વસ્તુઓ વિશે જાણકારી આપીએ જેનું સેવન તમે કરશો તો તમારું વજન ઝડપથી ઘટવા લાગશે.
1. જો તમને થોડી થોડી વારે કંઈક ખાવાની ઈચ્છા થતી હોય અથવા તો સાંજના સમયે ભુખ લાગે છે તો બદામ ખાવાનું રાખો. બદામમાં પ્રોટીન હોય છે જે પેટને ભરેલું રાખે છે અને સાથે જ વજનને વધતું અટકાવે છે.
2. કોટેજ ચીઝ પણ એવી વસ્તુ છે જેમાં ફેટ અને કેલેરી ખૂબ ઓછા હોય છે. આ સાથે જ તેમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે. 100 ગ્રામ કોટેજ ચીઝમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે.
3. લીલા શાકભાજી તો સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે જ પરંતુ તેમાં પણ સૌથી બેસ્ટ છે બ્રોકલી. કારણ કે બ્રોકલીમાં પ્રોટીન વધારે હોય છે અને સાથે જ વિટામીન સી, ફાઈબર, ઓમેગા-3 ભરપુર હોય છે. તેમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
4. અન્ય બધા જ ખોરાકની સરખામણીમાં કઠોળમાં પ્રોટીન સૌથી વધુ હોય છે. ખાસ કરીને ચણા ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે. જો તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો રોજ એક મુઠ્ઠી ચણાનું સેવન અચુક કરવું.
5. નાળિયેર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં એમિનો એસિડ અને અન્ય પોષકતત્વો ભરપુર હોય છે તેનાથી લીવર સારું રહે છે અને વજન પણ ઘટે છે.
6. ઈંડા પણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પોષકતત્વોની સાથે સાથે દરેક ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન હોય છે. તેનાથી વજન વધતું નથી.
7. ટોફુનું સેવન કરવાથી પણ પ્રોટીન મળે છે. ટોફુમાં એમિનો એસિડ, આયરન, કેલ્શિયમ, મેગેનસિયમ, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે વધતાં વજનને અટકાવે છે.
8. દૂધ પીવાનો આગ્રહ મહિલાઓ પરિવારના બાળકોથી લઈ વૃદ્ધોને કરે છે પરંતુ પોતે પીતી નથી. પરંતુ નિયમિત રીતે દૂધ દરેક વ્યક્તિ પીવું જ જોઈએ. તેનાથી વજન નિયંત્રણમાં રહે છે અને પ્રોટીનની જરૂરીયાત પણ પુરી થાય છે.