દોસ્તો સામાન્ય રીતે આજના સમયમાં બહારના ભોજન અને વધુ પ્રમાણમાં બેસીને કામ કરવાને લીધે લોકોને વિવિધ પ્રકારની શારીરિક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પૈકી કેટલીક સમસ્યાઓ તો એવી છે કે જેનો જો કોઈ વ્યક્તિ શિકાર બની જાય તો તેનાથી જલદી આરામ મળતો નથી. આવી જ સમસ્યા સાંધાના દુઃખાવા સાથે જોડાયેલ છે.
હકીકતમાં સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, ગઠિયા વા, સંધિવા જેવી સમસ્યાઓ જ્યારે વ્યક્તિને પોતાનો શિકાર બનાવી દે છે ત્યારે તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા આયુર્વેદિક ઉપાયો વિશે વાત કરવામાં આવી છે, જેના દ્વારા તમે આસાનીથી રાહત મેળવી શકશો.
આ માટે તમારે સૌથી પહેલા અશેળીયો લાવવી પડશે. હવે તમારે તેને આવશ્યક્તા અનુસાર લઈને બાફી લેવી જોઈએ. ત્યારબાદ તેમાં થોડુક દૂધ ઉમેરીને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ.
હવે તમારે તેમાં આવશ્યક્તા અનુસાર ખાંડ ઉમેરી દેવી જોઈએ. હવે જ્યારે આ મિશ્રણ બરાબર ગરમ થઇ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારીને સેવન કરવું પડશે. જો તમે આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવા લાગશો તો તમને અવશ્ય સારા પરિણામ દેખાવા મળશે.
આ સિવાય જો તમને સાંધાના દુખાવા હેરાન કરી રહ્યા છે તો તમારે સૌથી પહેલા કોઈપણ પ્રકારના તેલથી અસરગ્રસ્ત જગ્યાની માલિશ કરવાની રહેશે. આ માટે સૌથી પહેલા એરંડિયું તેલ, સરસવ તેલ અથવા તો અન્ય કોઈ તેલ લઈ લો અને તેને થોડુક ગરમ કરીને અસરગ્રસ્ત જગ્યાની માલિશ કરો.
આ ઉપરાંત તમે વાની સમસ્યા દૂર કરવા માટે અરડૂસી નો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા અરડૂસી, ગળો અને કરિયાતું લઈને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડુક પાણી ઉમેરી તેને ગરમ કરી લો.
હવે તેને બરાબર ગરમ કરી લો અને જ્યારે તે ઠંડું પડે ત્યારે તેને નીચે ઉતારીને તેનું સેવન કરવાનું શરૂ કરી દો. આ ઉપાય અજમાવ્યા પછી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર પડશે નહીં અને દુખાવાથી આરામ મળશે.