દોસ્તો આજના સમયમાં પ્રદૂષિત વાતાવરણ અને દૂષિત પાણીને લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ચર્મ રોગ થવાનો ભય સૌથી વધારે રહેતો હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ચર્મ રોગ જેમ કે ધાધર, ખરજવું અને ખંજવાળ જેવી સમસ્યાઓનો શિકાર બની જાય છે ત્યારે તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
જ્યારે તમે આ રોગને લઈને ડોક્ટર પાસે જાવ છો ત્યારે તેઓ તમને અમુક દવાઓ આપતા હોય છે, જેનું સેવન કરીને તમે આ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો અને જ્યારે તમે આ દવાઓ ખાવાનું બંધ કરી દો છો તો આ સમસ્યાઓ ફરી હેરાન કરવા લાગતી હોય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે આસાનીથી ચર્મ રોગ થી રાહત મેળવી શકાશે અને તેનાથી કોઈપણ જાતની સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં.
જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ઘરની બહાર જતી વખતે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ એટલે કે જો બહાર જવારનું થાય ત્યારે ત્વચા પર સુતરાઉ કાપડ બાંધી લેવું જોઈએ. આ સિવાય હવાના સંપર્કમાં સીધી ત્વચા ના આવે તેની કાળજી લેવી જોઈએ.
આ સિવાય તમારે વધારે પ્રમાણમાં ખાટા ફળો ખાવાનું શરૂ કરી દેવું જોઈએ નહીં. કારણ કે ખાટા ફળોમાં વિટામિન સી મળી આજે છે, જેના લીધે ચર્મ રોગમાં જલદી રૂઝ આવી શકતી નથી અને તમારી સમસ્યા ક્યારેય દૂર થતી નથી.
આ સિવાય ચર્મ રોગ દૂર કરવા માટે સૌથી પહેલા અજમો અમે જીરુના ચૂર્ણને પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી ચર્મ રોગ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. જો તમે કોઈ વસ્તુ ખાધા વગર શીળસ નામની બીમારીથી રાહત મેળવવા માંગો છો તો તમારે અસરગ્રસ્ત જગ્યાએ કાળા મરી અને ઘીની પેસ્ટ બનાવીને લગાવી દેવી જોઈએ.
આ સાથે ચર્મ રોગથી પીડાય રહેલા લોકોએ નાહવાના પાણીમાં થોડોક લીમડો પણ ઉમેરી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારું શરીરને તો રોગ મુક્તિ મળશે જ સાથે સાથે સારા બેક્ટેરિયા નો જન્મ થશે. વળી તમારે ભોજનમાં એવા પદાર્થ શામેલ કરવા જોઈએ, જે લોહના શુદ્ધિકરણમાં કામ કરે છે.
જો તમે ગોળ અને આદુના મિશ્રણને પેસ્ટ બનાવીને લેવામાં આવે તો પણ શીળસ ની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. એલોવેરા પણ શીળસ ની સમસ્યાથી મુક્તિ આપવી શકે છે. આ માટે તમારે સૌથી પહેલા એલોવેરા ના પલ્પ માંથી લિકવિડ કાઢીને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવું જોઈએ. ત્યારબાદ તમારે તેને અડધો કલાક માટે રહેવા દેવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘા જલ્દી દુર થઈ શકે છે.