આયુર્વેદ

રાતે સૂતા પહેલાં ખાઈ લો આ વસ્તુના બે દાણા, પછી જિંદગીભર સુધી હેરાન નહી કરે આ રોગ, ક્યારેય નહી ચઢવા પડે દવાખાનાના પગથિયાં.

દોસ્તો સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. જ્યારે તમે ભોજનમાં નાનકડી દેખાતી લવિંગને ઉમેરી દો છો ત્યારે ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરી શકે છે અને ઘણી બધી બીમારીઓને આપણા શરીરથી દૂર રાખવા માટે કામ કરે છે.

હકીકતમાં લવિંગમાં ઘણા બધા ઔષધીય ગુણધર્મો મળી આવે છે, જે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે કારગર સાબિત થઇ શકે છે. લવિંગમાં વિટામિન પણ મળી આવે છે જે આપણા શરીરમાં પોષક તત્વોની કમીને દૂર કરવા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

જો તમને કોઈ જગ્યાએ બળતરા થઈ રહી હોય તો તમારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે લવિંગમાં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે જે પેશાબમાં થતી બળતરા, પેટમાં થતી બળતરા અથવા લીવરમાં થતી બળતરાને દૂર કરવા માટે કામ કરે છે.

જો તમે કોઈ બીમારીનો શિકાર બની ગયા હોય તો પણ તમે રાતે સૂતા પહેલાં લવિંગનો ઉપયોગ કરી શકો છો, જેના લીધે તમારી રોગ પ્રતિકારકશક્તિ માં અનેક ગણો વધારો થઈ જાય છે અને રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.

દરરોજ રાતે સૂતા પહેલાં લવિંગનું સેવન કરવામાં આવે તો આપણે ઝડપથી ખોરાકનું પાચન પણ કરી શકીએ છીએ. હકીકતમાં રાતે સૂતા પહેલાં લવિંગનું સેવન કરવાથી આપણી પાચન શક્તિમાં વધારો થાય છે અને સવાર સુધીમાં પેટ એકદમ સાફ થઈ જાય છે. આ સાથે તે પેટમાં રહેલા ઝેરી તત્વો પર મળ વાટે બહાર આવે છે.

રાતે સૂતા પહેલાં લવિંગનું સેવન કરવાથી લિવર પણ સ્વસ્થ રહે છે અને લીવરમાં જામી ગયેલો બધું જ કચરો બહાર નીકળી જાય છે જેના લીધે લીવરને સાફ રાખી શકાય છે. આ સાથે લવિંગનો ઉપયોગ કરીને લીવરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રેરણા પણ આપી શકાય છે.

લવિંગમાં યુઝેનોલ નામનું તત્વ મળી આવે છે, જે એન્ટિઓક્સિડન્ટ દરમાં વધારો કરે છે. જેના લીધે કોઈ વ્યક્તિને ગળામાં સોજો આવ્યો હોય તો તેવા લોકોએ લવિંગને પોતાના ભોજનમાં સામેલ કરવું જોઇએ. જેનાથી સોજાની સમસ્યા દૂર કરી શકાય છે.

આ સાથે લવિંગના એવા પોષક તત્વો મળી આવે છે, જે પુરુષની શારીરીક કમજોરીને દૂર કરવા માટે કામ કરે છે અને પુરુષને નબળાઈ, આળસ વગેરેનો સામનો કરવો પડતો નથી. લવિંગનું સેવન કરવાથી પેટમાં થતા દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે, જે લોકો ગેસ કબજિયાત અપચો નો સામનો કરી રહ્યા હોય તેવા લોકોએ તો રાતે સુતા પહેલા અવશ્ય લવિંગનું સેવન કરવું જોઈએ.

લવિંગનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવી શકાય છે. જો તમને દાંત અથવા તો માથામાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે લવિંગ પાવડર બનાવીને તેનો ઉપયોગ અસરગ્રસ્ત જગ્યાએ કરવાનો રહેશે.

લવિંગનો ઉપયોગ કરવાથી આપણા મગજમાં રહેલા જ્ઞાન તંતુ એકદમ શાંત બની જાય છે અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જેના લીધે જે લોકોને ઉંઘ આવવામાં તકલીફ થઈ રહી હોય તેવા લોકોએ તો પોતાના ભોજનમાં અવશ્ય લવિંગને સામેલ કરવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *