દોસ્તો જો તમને કોઈ એવું કહે છે કે કોઈ એક વસ્તુ એવી છે તમારા રસોડાની જે શરીરની અનેક બીમારીઓનો ઈલાજ છે તો ? તો ચોક્કસથી તમને એ વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા ની ઇચ્છા થશે.
તો આજે ઈચ્છા તમારી પૂરી કરી દઈએ. અને જણાવીએ કે તમારા રસોડામાં એવી કઈ વસ્તુ છે જે માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, અનિંદ્રા, કફ જેવી તકલીફોને દૂર કરી શકે છે અને તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વિના.
અનેક રોગની એક દવા જેવી આ વસ્તુ છે જાયફળ. જાયફળનો ઉપયોગ દરેક ઘરમાં મીઠાઇનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આ જાયફળ તમારા માટે દવા પણ બની શકે છે. જાયફળ કઈ સમસ્યામાં દવા તરીકે ઉપયોગમાં આવી શકે છે જાણી લો તે પણ.
1. જાયફળના પાઉડરને સરસવના તેલમાં મિક્સ કરીને સાંધાના દુખાવા, કમરના દુખાવા અને હાથ પગ ના દુખાવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. તેની માલિશ તે તુરંત રાહત મળે છે.
2. માઈગ્રેન કારણે તીવ્ર દુખાવો થતો હોય તો જાયફળના પાઉડરનો લેપ બનાવીને માથા પર લગાડવો.
3. ત્વચા પર કરચલી પડવા લાગી હોય અથવા તો ડાઘ થયા હોય તો જાયફળનો પાઉડર કરીને મધ અથવા દૂધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો.
4. દિવસ આખો દોડધામ થયા પછી પણ રાત્રે ઉંઘ આવવામાં સમસ્યા થતી હોય તો જાયફળનો પાઉડર કરીને પાણીમાં ઉમેરી કપાળ ઉપર લગાવવો તુરંત ઊંઘ આવી જશે.
5. નાના બાળકને જ્યારે ભોજન કરાવવામાં આવે છે તો તેને ભોજન સરળતાથી પચતું નથી તેવામાં બાળકને દૂધ સાથે જાયફળ આપવાથી બાળકની પાચનશક્તિ વધે છે.
6. શરદી અને કફ રહેતા હોય તો જાયફળને શેકીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને દિવસમાં બે વખત મધ સાથે ચાટી લેવો.
7. બદલતા વાતાવરણના કારણે થયેલી બીમારીઓને દૂર કરવા માટે જાયફળ અને જાવંત્રી ને સમાન માત્રામાં લઈ તેનું ચુર્ણ બનાવી દૂધ સાથે લેવાથી રાહત મળે છે.
8. વારંવાર આવતાં તાવને મટાડવા માટે જાયફળ અને જાવંત્રીના ચૂર્ણનો ને મધ સાથે ઉમેરીને લેવું.