આયુર્વેદ

જીવશો ત્યાં સુધી હેરાન નહીં કરે આંખોની સમસ્યા, ખાલી આ ત્રણ વસ્તુથી બનાવી લો અંતર, ક્યારેય મોતિયા નું ઓપરેશન પણ નહિ કરાવવું પડે.

દોસ્તો આપણે જો શરીરના મહત્વપૂર્ણ અંગો વિશે વાત કરીએ તો તેમાં આંખ સૌથી ઉપરના સ્થાન ઉપર નામના ધરાવે છે. કારણ કે આંખ વગર આ કલરફૂલ જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આંખ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે.

જ્યારે આપણી પાસે આંખ ના હોય તો આપણે જોવા માટે અક્ષમ બની જતા હોઇએ છીએ. તેથી કહી શકાય કે કુદરતે આપણને આંખો ભેટ સ્વરૂપે આપી છે અને આંખને સૌથી નાજુક અંગોમાં સામેલ કરવામાં આવે છે, જેથી કરીને તેની કાળજી લેવી ખૂબ જરૂરી બની જાય છે.

આંખોની કાળજી લેવા માટે સૂર્યપ્રકાશ અને પ્રદુષણ થી તેની બચાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે આપણે આંખોના બાહ્ય સુરક્ષાની સાથે સાથે આંતરિક સુરક્ષા માટે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે અને આંખોની આંતરિક સુરક્ષા માટે ઘણા બધા ઉપાય અજમાવી શકો છો.

આ સાથે અમુક ચીજવસ્તુઓથી અંતર બનાવીને રાખી શકો છો. આવી સ્થિતિમાં જ આ લેખમાં અમે તમને એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી આંખોને લાંબા સમય નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેથી તમારે તેનાથી અંતર બનાવીને જ રાખવું જોઈએ.

વળી આ વસ્તુઓ તમારી આંખોને લાંબા ગાળે નુકસાન કરી શકે છે. એક અભ્યાસ અનુસાર આંખોની રોશની સુધારવા માટે વિટામિન એ અને વિટામિન સી ની જરૂરિયાત હોય છે પરંતુ જ્યારે તમે આ બધી હાનિકારક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરો છો ત્યારે આપણા શરીરમાંથી આ વિટામિન ની કમી ઉદભવે છે, જે આંખો માટે નુકસાનકારક બની શકે છે.

આજના આધુનિક સમયમાં ઘણા લોકો જંકફૂડ અને બહારના ભોજન ખાવા ના રસિયા વધી ગયા છે પરંતુ તમને જણાવી દઈએ કે જંક ફુડનું સેવન કરવાથી આપણી આંખોને નુકસાન થઇ શકે છે અને તે આપણી આંખો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

હકીકતમાં જ્યારે તમે ખૂબ વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો ત્યારે આપણા શરીરમાં બિન આરોગ્યપ્રદ ચરબી એકઠી થવા લાગે છે, જે આપણા શરીરના અમુક અંગોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જેમાં આંખો નો પણ સમાવેશ થાય છે.

ઉનાળાની શરૂઆત થતાં જ લોકો શરીરને ઠંડક મેળવવા માટે વિવિધ પ્રકારના ઠંડા પીણા નું સેવન કરતા હોય છે અને મોટાભાગના લોકોની પહેલી પસંદ કોલ્ડ્રિંક્સ અને સોડા હોય છે, જે આપણા શરીરની તાજગી તો આપે છે સાથે સાથે શરીર માટે નુકસાન કારક પણ માનવામાં આવે છે.

હકીકતમાં તેમાં ફૂક્ટોઝ સૌથી વધારે માત્રામાં હોય છે જે બ્લડ શુગર માં વધારો કરવાનું કામ કરી શકે છે. જેનાથી તમે ડાયાબિટીઝના તો શિકાર બનો જ છો સાથે સાથે તમારી આંખો પણ ચાલી જાય છે. તેથી તમારે તેનાથી અંતર બનાવીને જ રાખવું જોઈએ.

આજના સમયમાં ઘરનું ઓછું અને બહારનું ભોજન સૌથી વધારે ખાતા હોય છે. જેમા તીખી તળેલી વસ્તુઓ તો લોકોને સૌથી વધારે પસંદ આવે છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે આજથી તળેલી વસ્તુઓ ખાવાની ઓછી કરી દેવી જોઈએ.

દોસ્તો તળેલી વસ્તુઓ તમારા સ્વાસ્થ્યની સાથે સાથે આંખો માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં તળેલી ચીજવસ્તુઓ માં હાનિકારક તત્વ મળી આવે છે, જે બ્લડ પ્રેશરમાં વધારો કરી છે અને આંખોને નુકસાન માટે જવાબદાર સાબિત થઈ શકે છે.

હવે તમે વિચારતા હશો કે આવામાં આપણે આંખોના સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે તમે પૌષ્ટિક ચીજવસ્તુઓનું સેવન કરી શકો છો. જેમ કે ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, ઓમેગા-૩ ફેટી-એસિડ્સથી સમૃદ્ધ ખોરાક, બદામ વગેરે વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *