દોસ્તો ઉનાળાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને લોકો ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરતા હોય છે. જેથી કરીને આપણા શરીરને ઠંડક મળી રહે છે અને ડીહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જ્યારે આપણા શરીરમાં ડીહાઈડ્રેશન ની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે તેની સૌથી પહેલાં અસર આપણા વાળ અને ત્વચા પર જોવા મળતી હોય છે અને ત્વચા પર અમુક પ્રકારના સંકેતો પણ દેખાવા મળે છે.
વળી જ્યારે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવિધ પ્રકારની બીમારીઓ આપણા શરીરને ઘેરી લેતી હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં તો પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઇએ સાથે સાથે તમે પોતાના દૈનિક જીવનમાં કેટલાક જ્યૂસનું સેવન કરી શકો છો, જે ઉનાળાની ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થઇ શકે છે.
વળી આ જ્યૂસ દરરોજ પીવામાં આવે તો આપણા શરીરની આપોઆપ સફાઈ પણ થઈ શકે છે અને ઘણા બધા અંગો યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આ સાથે આ જ્યસનું સેવન કરવાથી આપણી ત્વચા પર એક પ્રકારનો ગ્લો જોવા મળી જાય છે.
આ જ્યૂસમાં સૌથી પહેલા સ્થાન ઉપર હળદર નો જ્યુસ નામના ધરાવે છે. જે તમારા ચહેરાની રોનક સુધારવામાં મદદ કરી શકે છે. તેથી તમે હળદરના જ્યૂસને પોતાના આહારમાં સામેલ કરી શકો છો. વળી હળદર આપણી ત્વચાની સાથે સાથે પાચન ક્રિયાના સમસ્યામાં પણ રામબાણ સાબિત થઇ શકે છે.
દોસ્તો જો તમે પોતાનું લોહી શુદ્ધ કરવા માંગતા હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે દરરોજ પાંચ થી છ ઇંચ લાંબી લીલી હળદરને વાટીને રસ બનાવી લેવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ.
તમે ઉનાળાની ઋતુમાં આમળાના જ્યુસનું પણ સેવન કરી શકો છો. કારણ કે તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થઇ શકે છે.
આમળાના જ્યૂસનું સેવન તમારી ત્વચાને મેઇન્ટેન કરવાનું કામ કરે છે. વળી તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેના લીધે તમે લાંબા સમયે પણ કોઈ બીમારીનો સામનો કરતા નથી.
આ જ્યુસ બનાવવા માટે તમારે આમળાંને ગ્રાઇન્ડ કરીને તેમાં થોડું પાણી ઉમેરીને રસ બનાવવો જોઈએ. તમે એલોવેરાના જ્યૂસનું ઉપયોગ કરીને પણ પોતાની ત્વચાને એકદમ જુવાન રાખી શકો છો.
હકીકતમાં એલોવેરાના જ્યુસમાં એન્ટી તત્વો મળી આવે છે. જે તમારી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે કામ કરે છે. આ સાથે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ મળી આવે છે જે આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરી શકે છે.
જો તમે એવા લોકો માંથી એક છો જે પોતાના શરીરના ઘણા બધા પોષક તત્વોની ઉણપ ધરાવે છે તો તમારે પોતાના આહારમાં ટામેટા, ગાજર અને બીટનો મિક્સ જ્યૂસ સામેલ કરવો પડશે. આ જ્યુસ એકદમ રંગીન હોય છે એટલો જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હકીકતમાં તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે આપણા શરીરની સફાઈ કરવા માટે કામ કરે છે. વળી તેના સેવનથી રક્તવાહિનીઓના નુકસાનથી પણ આપણે દૂર રહી શકીએ છીએ.
દોસ્તો તમને જણાવી દઈએ કે, અમે જે જ્યુસ વિશે વાત કરી તે બધા જ જ્યુસ એકદમ સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થઇ શકે છે. જોકે તમારે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર સાથે સંપર્ક કરવો જરૂરી બની જાય છે.