દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવા લાગતા હોય છે. તેની પાછળનું કારણ નબળી રોગ પ્રતિકારક શકિત છે. હા, જો તમારી રોગ પ્રતિકારક શકિત નબળી હશે તો તમે આસાનીથી વિવિધ બીમારીઓની ઝપટમાં આવી જાવ છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
1. સૂર્યમુખીના બીજ :- સૂર્યમુખીના બીજ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામીન B6 અને E જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે પૈકી વિટામિન ઇ રોગપ્રતિકારક તંત્રને મજબૂત કરવાની ભૂમિકા ભજવે છે.
2. આદુ :- શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ જરૂરી છે. આદુમાં 80 ટકા સુધી પાણી જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચનક્રિયા સુધારવા અને પેટ સંબંધિત તમામ રોગોને દૂર કરવામાં અસરકારક છે.
3. પાલક :- પાલકમાં કેલ્શિયમ, આયર્ન અને બીટા કેરોટીનોઈડની સાથે વિટામિન એ, બી, સી અને કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોય છે. પાલકમાં ઓમેગા-3, ફોલેટ, આયર્ન અને લ્યુટીન જેવા પૌષ્ટિક ખનિજો મળી આવે છે. તેથી, પાલકમાં રોગો અને કીટાણુઓને દૂર કરવા માટે બળતરા વિરોધી ગુણ હોય છે.
4. હળદર :- હળદરમાં કર્ક્યુમિન નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કોષોને વિનાશથી બચાવે છે. હળદરમાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો છે. આ સાથે હળદરમાં લિપોપોલિસકેરાઇડ જોવા મળે છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
5. દહીં :- દહીંનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સમાં ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેના દ્વારા શરીર ચેપ સામે રક્ષણ મવે છે અને શરીર બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે.
6. બદામ :- બદામમાં વિટામીન B2, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામીન E, મેગ્નેશિયમ વગેરે જેવા અનેક પ્રકારના પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. બદામ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરને ઉર્જા પણ પ્રદાન કરે છે. જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે બદામનો ઉપયોગ નાસ્તા તરીકે કરી શકાય છે.
7. બ્રોકોલી :- બ્રોકોલી એ વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. બ્રોકોલીમાં વિટામીન A, C અને E હોય છે. બ્રોકોલી ફાઇબર અને ઘણા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા કોષોને થતા નુકસાનને અટકાવે છે.
8. પપૈયા :- પપૈયામાં નિયાસિન, મેગ્નેશિયમ, કેરોટીન, ફાઈબર, ફોલેટ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, કોપર, કેલ્શિયમ અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. વળી પપૈયામાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
9. કિવિ :- કીવી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. કિવીમાં ફોલેટ, પોટેશિયમ, વિટામિન કે અને વિટામિન સી મળી આવે છે. વળી વિટામિન સી શરીરમાં શ્વેત રક્તકણોને વધારે છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.