આયુર્વેદ

આ દેશી ડ્રીંકને ઓળખવામાં આવે છે અમૃત સમાન, વજન વધારો, ડાયાબિટીસ અને પેશાબ સબંધિત રોગોથી અપાવે છે છુટકારો, 110% મળશે રાહત.

દોસ્તો સામાન્ય રીતે ભારતીય ભોજન બનાવવા માટે વિવિધ પ્રકારના મરી મસાલાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે પૈકી કેટલાક મરી-મસાલા એવા હોય છે, જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આવો જ એક મસાલો જ તજપત્તા છે, જેને તજના પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તજને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે દાળ શાકનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તમને કોઈ બીમારી પણ થઈ શકતી નથી.

એક રિસર્ચ અનુસાર તજપત્તાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વધી ગયેલા વજનને પણ કાબુમાં કરી શકાય છે. તજ એક આયુર્વેદિક જડીબુટી છે, જેનાથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવે છે અને તમે તેનો ઉપયોગ કરીને શરદી-ઉધરસ જેવા વાયરલ રોગોથી લઈને ડાયાબિટીસ અને મોટાપો જેવા જટિલ રોગોથી પણ છુટકારો મેળવી શકો છો.

આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને તજનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી કઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

એક અહેવાલ પ્રમાણે તજની અંદર વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વળી તજપત્તા એન્ટીબેક્ટેરિયલ અસર પણ ધરાવે છે, જે તમારા શરીરમાંથી ઇન્ફેક્શનની અસરને નિષ્ક્રિય બનાવે છે અને તમારું શરીર આસાનીથી ખરાબ બેક્ટેરિયા સામે લડી શકે છે. વળી તજનો ઉપયોગ કરવાથી તમે કોઈપણ જાતના ઇન્ફેક્શનથી બચી શકો છો. આ માટે તમારે તેજ પત્તા ની ચા બનાવીને પીવી પડશે.

સામાન્ય રીતે તજની તાસિર ગરમ હોય છે અને તે તમારા શરીરમાં ગરમી પૂરી પાડે છે. તેથી જો તમે શિયાળાની ઋતુમાં દૂધને બદલે તજની ચા પીવાનું શરૂ કરી દો છો તો તમારા શરીરમાં ગરમી જળવાઈ રહે છે અને તમને વધારે ઠંડી લાગતી નથી. વળી ઠંડીના કારણે થતા રોગો પણ તજની ચા પીવાથી દૂર રહી શકે છે.

તજની અંદર ફાઈટોકેમિકલ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમારા શરીરમાં રહેલા બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ સાથે તજમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ડાયાબિટીસથી પીડાય રહેલા લોકોના શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે અને ડાયાબીટિસની સમસ્યાથી છુટકારો અપાવે છે.

તજની ચાનું સેવન કરવાથી શરીરમાં રહેલો વધારાનો કચરો બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ લેવલમાં વધારો થાય છે. જેના લીધે જે લોકો વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સારુ પરિણામ મળી શકે છે.

તમને ઉપરોક્ત જણાવ્યું તેમ તજ ની અંદર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો મળી આવે છે. જે શરીરમાં વધતા યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરે છે. આ સાથે તજ બ્લડ ની અંદર પણ યુરીક એસિડના લેવલને ઓછું કરવાનું કામ કરે છે, જેથી કરીને તમે વિવિધ રોગોની સમસ્યાઓ થી બચી શકો છો.

તમારે તજની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક લિટર પાણીને ગરમ કરવા માટે મૂકવું પડશે. ત્યારબાદ તેમાં તજનો પાઉડર ઉમેરી દઈએ દસેક મિનીટ તેને હલાવતા રહેવું પડશે અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેને ફિલ્ટર કરીને એક બોટલમાં ભરી દો અને દિવસ દરમિયાન તેનું સેવન કરતા રહો. જોકે તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે જો કોઈ વ્યક્તિને આ ડ્રિંક પીવાથી એલર્જીની સમસ્યા થઈ રહી હોય તો તેને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *