મિત્રો જમ્યા પછી તત્કાલ શું કરવું જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરીશું. આયુર્વેદ શાસ્ત્રમાં જમ્યા પછી અમુક ખાવાની વસ્તુઓ અને અમુક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણે આહાર-વિહારમાં થોડું ધ્યાન રાખીશું તો આપણે આપણું જીવન ખૂબ જ નિરોગી વિતાવી શકીશું.
મિત્રો ઘણા લોકો જમ્યા પછી તરત જ વધુ માત્રામાં પાણીનું સેવન કરે છે પરંતુ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી તરત જ પાણી પીવાથી હોજળીનો અગ્નિ મંદ પડી જાય છે જેના પરિણામે અપચો ગેસ એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
મિત્રો વધુ માત્રામાં ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ ઠંડા પાણીનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક પ્રકારના રોગો થઇ શકે છે. ઘણા લોકોને જમ્યા પછી બપોરે તરત જ સૂવાની ટેવ હોય છે પરંતુ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પછી તરત જ સૂવું ન જોઈએ. જમ્યા પછી તરત જ સૂવાથી આ શરીર અનેક રોગોનો ભોગ બને છે.
જમ્યા પછી જો તમને સૂવાની આદત હોય તો જમ્યા 25થી 30 મિનિટ પછી ડાબા પડખે સુવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. બપોરે જમ્યા પછી તરત જ સૂવાથી શરીરમાં બેચેની રહેશે, અરુચિ રહેશે, વજન વધશે અને અને આળસ ઉત્પન્ન થશે. ઘણા લોકોને જમ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે પરંતુ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પછી તરત જ ચા ન પીવી જોઈએ.
ચા માં વિવિધ પ્રકારના એસિડ રહેલાં હોય છે જો જમ્યા પછી તરત જ ચા પીવામાં આવે આપણી પાચનશક્તિ મંદ પડે છે પાચન શક્તિ મંદ પડવાના કારણે ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે.
ઘણા બધા લોકો હોટલમાં જમવા જાય અથવા તો કોઈ ફંકશન માં જમવા મટી જાય ત્યારે જમ્યા પછી આઇસક્રીમનું સેવન કરે છે પરંતુ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પછી તરત જ ક્યારેય આઇસ્ક્રીમ ન ખાવો જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણી હાજરી જમ્યા પછી ઠંડી ન પડવી જોઈએ.
જો હોજડીનો અગ્નિ બરાબર તેજ હશે તો ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે. જેના લીધે અનેક પ્રકારના રોગો શાંત પડશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પછી કોઈપણ પ્રકારના ફ્રુટ અને સૂકા મેવાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો જમ્યા પછી ખોરાકને પહોંચવા માટે સમય આપવો ખૂબ જ જરૂરી છે.
સૂકોમેવો પચવામાં ખૂબ જ ભારે છે જેથી કરીને જમ્યા પછી તરત સૂકો મેવો અને ફ્રુટ નું સેવન ન કરવું જોઈએ. જમ્યા પછી તરત જ ઠંડા પીણાં પણ સેવન ન કરવું જોઈએ ઠંડા પીણા નું સેવન કરવાથી ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે.