મિત્રો ઋતુ પરિવર્તનના કારણે મોટાભાગના લોકોને તાત્કાલિક ધોરણે ઝાડા ઊલટી જેવી સમસ્યા થતી હોય છે. અને આ વાતાવરણમાં ઝાડા ઊલટીની સમસ્યા મોટાભાગના દરેક પ્રકારના લોકોને થતી હોય છે. અચાનક થયેલા ઝાડા ઉલટી ને કોઈપણ જાતની આડઅસર વગર પણ મટાડી શકાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે અચાનક થતા ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મેળવી શકો. મિત્રો દૂષિત ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી જંતુ પેટમાં જાય છે. જે આપણી હોજરીમાં અને આંતરડામાં જઈને ઝેરી તત્વોનું નિર્માણ કરે છે.
આ પ્રકારના ઝેરી તત્વોથી શરીરને બચાવવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિની પ્રક્રિયાથી આવા ઝેરી તત્વોને ઝાડા અને ઉલટી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. મિત્રો જે લોકોને વારંવાર અને સતત ઊલટી કે ઝાડાની સમસ્યા થતી હોય એવા લોકોને શરીરમાંથી પાણી ઓછું થઇ જાય છે અને ડીહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવા સમયે તાત્કાલિક ઉપચાર ખૂબ જ જરૂરી છે. આયુર્વેદશાસ્ત્રના અનુસાર જ્યારે શરીરમાં પિત્ત અને વાયુનું પ્રમાણ વધે ત્યારે ઝાડા અને ઉલટીની સમસ્યા થતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને અને કોઈપણ જાતની આડઅસર વગર પણ તમે તાત્કાલિક ધોરણે ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મેળવી શકો છો.
મિત્રો વાયુના પ્રકોપ ના લીધે ઝાડા-ઊલટીની સમસ્યા થતી હોય તેવા વ્યક્તિઓએ એક કપ પાણી ગરમ કરી તેમાં એક ચમચી ચા ની ભૂકી નાખી અને તેમાં થોડી સાકર અથવા ખાંડ નાખીને ઊકળવા દેવું. ત્યારબાદ પાણીની માત્રા અડધા કલાક જેટલી થાય ત્યારે તેમાં અડધું લીંબુ નીચોવીને હૂંફાળું થાય ત્યારે તેનું સેવન કરવાથી ઝાડા અને ઉલટી ની સમસ્યામાં તાત્કાલિક રાહત જોવા મળે છે.
આ ઉકાળાનું સેવન કર્યા પછી તરત જ ઊલટી અને ઝાડાની સમસ્યામાં રાહત જોવા મળશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમને કોઈપણ જાતની આડઅસર કે નુકસાન થતું નથી. તાત્કાલિક ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મેળવવા માટે ૫ થી ૬ ગ્રામ ધાણા સાકર દળેલી સૂંઠ અને ૫ થી ૬ ગ્રામ નાગરમોથ લઈને,
આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને તેનો પાઉડર બનાવીને એક કપ પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવવો. આવું કરો ચોથા ભાગનું રહે એટલે તેને હુંફાળું થયા પછી તેનું સેવન કરવાથી ઝાડા ઊલટીની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે.