આયુર્વેદ

જૂનામાં જુની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આવી જશે કાબૂમાં, ખાલી અપનાવવી પડશે આ પોઇન્ટ વાળી પધ્ધતિ, દવાઓ વગર મળશે આરામ.

દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને દિવસ દરમિયાન તણાવના કારણે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. જે પૈકી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. આ એક એવી સમસ્યા છે જે હૃદય સાથે જોડાયેલી હોય છે. વળી તેનાથી તરત જ છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે હાઇબ્લડ પ્રેશરથી પીડિત લોકો દવાઓનો આશરો લઈને તેનાથી રાહત મેળવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલાક એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીને પણ હાઈ બ્લડપ્રેશરથી છુટકારો મેળવી શકો છો. આ સાંભળવામાં થોડું અજુગતું લાગી શકે છે પરંતુ આ એક હકીકત છે, જેનાથી બહુ ઓછા લોકો જાણકાર છે.

નિષ્ણાત લોકો હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સંતુલિત ભોજન અને સ્વસ્થ જીવનશૈલી જીવવાની સલાહ આપતા હોય છે. આ સાથે તમે ધૂમ્રપાન અને માદક દ્રવ્યોનું સેવન કરતા હોય તો તેનાથી દૂર રહીને પણ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આજના સમયમાં મોટા મોટી ઉંમરના લોકોની સાથે સાથે નાની ઉંમરના લોકો પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે એક્યુપ્રેશર પોઈન્ટ ની ટેકનીક શીખવી જોઈએ. જેનાથી તમે ઘરબેઠા આસાનીથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં કરી શકશો.

જ્યારે તમે આ એકયુપેશર પોઇન્ટને દબાવો છો ત્યારે તમારા શરીરમાં અનિયમિત થઈ ગયેલા હાઇબ્લડપ્રેશરને નિયમિત કરી શકાય છે અને લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે વહેવા લાગે છે. જેથી કરીને તમારા શરીરમાં હૃદય સંબંધિત રોગો થતા નથી. જો કોઈ વ્યક્તિ એક્યુપ્રેશર પોઈન્ટને યોગ્ય રીતે દબાવે છે તો તેને દવાઓ લીધા વગર હાઈ બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ મળી શકે છે.

જો તમે તમારા ડાબા હાથના અંગૂઠાના આગળના ભાગ પર દબાણ આપો છો તો તે એક્યુપ્રેશર પોઈન્ટ તરીકે કાર્ય કરે છે અને તેનાથી બ્લડ લેવલ કાબૂમાં આવી જાય છે. આ માટે તમારે પોતાના જમણા હાથની આ આંગળીથી ડાબા હાથના અંગૂઠાના આગળના ભાગમાં થોડું દબાણ આપવાનું રહેશે.

આજ ક્રમમાં જો તમે તમારા જમણા હાથના કાંડા ના નીચે ના ભાગે દબાણ આપો છો તો પણ તમને ફરક દેખાવા મળે છે. હકીકતમાં જમણા હાથના કાંડા ના નીચેનો ભાગ એકયુપેશર પોઇન્ટ તરીકે કાર્ય કરે છે અને તેના પર લાકડાં વડે દબાણ આપવાથી તમારું અનિયમિત થઈ ગયેલ બ્લડ પ્રેશર નિયમિત થઈ જાય છે.

જો તમે તમારા ગળાના પાછળના ભાગને પણ અંગૂઠાની મદદથી દબાણ આપો છો તો તે પણ એક્યુપ્રેશર પોઈન્ટ ની જેમ કામ કરે છે અને બ્લડપ્રેશરને નિયંત્રીત કરવા માટે મદદ કરે છે. જોકે તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે તમારે ગરદનના પાછળના ભાગ નો પોઇન્ટ હંમેશા અંગૂઠાની મદદથી દબાવાનો રહેશે.

આ જ રીતે જો તમે તમારા હાથની સૌથી નાની ટચલી આંગળી પર દબાણ કરો છો તો પણ તે એક્યુપ્રેશર પોઈન્ટ ની જેમ કામ કરે છે અને અનિયમિત થયેલા બ્લડ પ્રેશર નિયમિત કરી છે. જેથી કરીને તમારે હૃદય સાથે જોડાયેલા રોગોનો પણ સામનો કરવો પડતો નથી.

નિષ્ણાત લોકો કહે છે કે શરીરમાં વિવિધ જગ્યાએ આવેલ એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવા માટે કેટલીક બાબતોની સાવચેતી લેવી જરૂરી છે. તમે આ બધા પોઇન્ટ ને દબાવવા માટે સ્ટીલ અથવા લાકડાની જીમી નો જ ઉપયોગ કરી શકો છો. વળી આ પોઇન્ટ દબાવતી વખતે જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમે થોડો આરામ લઈને પછીથી આ પોઇન્ટ દબાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *