છાતીમાં કફ જમા થઈ ગયો હોય તો અજમાવો આ ત્રણમાંથી કોઈ એક ઉપાય, વગર દવાએ મળશે આરામ.

 સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ લોકો બીમાર પડી જતા હોય છે. જે પૈકી વાયરલ બીમારીઓ જેવી કે કફ, ઉધરસ, શરદી તાવ વગેરે લોકોને વધારે હેરાન કરતી હોય છે. જ્યારે હવામાનમાં પરિવર્તન આવે છે ત્યારે અચાનક લોકો વાતાવરણને અનુકૂળ બની શકતા નથી, જેથી કરીને તેઓ બીમારીની ઝપટમાં આવી જતા હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કફની છુટકારો મેળવવા ના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયો પૈકી કોઈ એક ઉપાય અપનાવી લેશો તો ગળામાં જામી ગયેલો કફ આસાનીથી છૂટો પડી જશે અને તમને કોઈ સમસ્યા પણ થશે નહીં. તો ચાલો આપણે એક પછી એક આ ઉપાયો વિશે જાણીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે તમે ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવા માટે આદુ, તુલસી, મરી, લવિંગ અને ગોળ જેવા પદાર્થોનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં આ બધા પદાર્થોની તાસિર ગરમ હોય છે અને તે કફની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જોકે તમારે આ બધી વસ્તુઓનો ઉકાળો બનાવીને સેવન કરવું પડશે.

સામાન્ય રીતે આદુનો ઉપયોગ ચામા ઉમેરવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ જો તમે આદુ, તુલસી, હળદર, મરી અને અજમાને મિક્સ કરીને ઉકાળો બનાવી લો છો અને જ્યારે તે ઠંડુ પડે ત્યારે તેનું સેવન કરો છો તો તમને ગળામાં જામી ગયેલા કફથી છુટકારો મળે છે. તમને જણાવી દઈએ કે તમારે આ ઉકાળાનું દિવસ દરમિયાન બે વખત સેવન કરવું પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય તમે અજમાનો ઉકાળો પી ને પણ કફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ઉકાળો પીવાથી કફ ની સાથે સાથે ઉધરસ અને શરદી થી પણ તમને રાહત મળી શકે છે. અજમાનો ઉકાળો બનાવવા માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં અજમો અને થોડો ગોળ મિક્સ કરી દેવો પડશે. ત્યાર બાદ તેને ગેસ પર ગરમ થવા દો. હવે જ્યારે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરીને સેવન કરો. આ ઉકાળો પીતાની સાથે જ ગળામાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે અને ગળું સાફ થઇ જશે.

વળી તમે ખાંસી યુક્ત કફથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારી તજનો ઉકાળો બનાવીને પીવો પડશે. હકીકતમાં તજની તાસીર ગરમ હોય છે. જે શરદી, ઉધરસ અને કફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ ઉકાળો બનાવવા માટે તમારે સૌથી પહેલા તજના પાઉડરમાં આદું, તુલસી, મરી અને હળદર મિક્સ કરીને પાણીમાં ઉમેરી દેવું પડશે. ત્યારબાદ જ્યાં સીધું પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવું પડશે. હવે તેમાં થોડું મધ મેળવીને તેનું સેવન કરવું જોઈએ. આ ઉકાળો પીતાની સાથે જ તમને અવશ્ય ફરક દેખાવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી છાતી માં કફ જામી ગયો છે તો તેનાથી છુટકારો મેળવવા માટે જે ખાદ્ય પદાર્થોની તાસીર ગરમ હોય તેનું સેવન કરવું જોઈએ. આ માટે તમે આદુ, લસણ, તજ અને તુલસીનું સેવન કરી શકો છો.

સામાન્ય રીતે આદુ અને તુલસી બંને પદાર્થોની તાસીર ગરમ હોય છે અને જો તમે તેની ચા બનાવીને પીવાથી લાગો છો તો તમને કફની સમસ્યા થતી નથી. વળી છાતીમાં કફ જમા થઈ ગયો હોય તો તે પણ છૂટો પડી જાય છે. આ સાથે જો તમે તેની ચા બનાવીને પીવા માગતા નથી તો તમે સીધું તુલસી અને આદુ ખાઈ શકો છો.

આ સિવાય તમે લીંબુ અને મધ નો ઉકાળો બનાવીને પણ પી શકો છો હકીકતમાં બની પદાર્થો રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેથી કરીને તમે વાયરલ રોગોનો શિકાર બની શકતા નથી. આ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં મધ અને લીંબુ નીચોવી દો અને જ્યારે તે બરાબર ઉકળવા લાગે ત્યારે તેને નીચે ઉતારીને સેવન કરો.

Leave a Comment