આયુર્વેદ

વર્ષ દરમિયાન બીમારીઓથી દુર રહેવું હોય તો શિયાળામાં ભૂખ્યા પેટે ખાવાનું શરૂ કરી દો આ 6 વસ્તુઓ, જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર.

દોસ્તો શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિના શરીરમાં આળસ પ્રવેશી જાય છે અને પાણી ઓછું પીવાને કારણે ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાત લોકો કહે છે કે શિયાળાની ઋતુમાં અમુક વસ્તુઓ ભોજનમાં સામેલ કરવી જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં પાણીની કમી રહેશે નહીં અને આપણે આસાનીથી ઘણી બીમારીઓથી દૂર થઈ શકીએ છીએ. વળી આ બધી વસ્તુઓ શિયાળાની ઋતુમાં આપણને એનર્જી આપવાનું પણ કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, જેથી કરીને આપણે વાયરલ રોગોનો શિકાર બનતા નથી.

સામાન્ય રીતે આપણને દરેક ઋતુમાં પપૈયું મળી આવે છે, જે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે ઘણી બીમારીઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. તમે પપૈયાને આસાનીથી બ્રેકફાસ્ટ માં શામેલ કરી શકો છો. પપૈયું કોલેસ્ટ્રોલ લેવલને કાબૂમાં કરીને હૃદયરોગ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે દરેક ડોક્ટર લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. કારણ કે ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાં જામી ગયેલો બધો જ કચરો બહાર નીકળી જાય છે અને પેટ પણ એકદમ સાફ થઈ જાય છે. તેથી તમારે દરરોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારું શરીર એકદમ મજબૂત બની જશે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળશે.

તમે વજન ઓછું કરવા માટે ઓટમીલ ને પણ શિયાળાની ઋતુમાં ભોજનમાં શામેલ કરી શકો છો. હકીકતમાં ઓટમીલ માં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં કેલરી બહુ ઓછી જોવા મળે છે, જેના લીધે તમે આસાનીથી ભોજનથી દૂર રહી શકો છો અને વજન પણ ઘણું ઓછું કરી શકો છો.

સામાન્ય રીતે બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે બદામની છાલમાં પોષક તત્વોને અવશોષણ કરવાના ગુણો હોય છે પંરતુ જો તમે તેને પલાળીને ખાવ છો તો તેની છાલ નીકળી જાય છે અને શરીરમાં આવશ્યક પોષક તત્વોની કમી પૂરી કરીશ શકાય છે. જો તમે તેને શિયાળાની ઋતુમાં પલાળીને ખાવ છો તો તમને સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.

તમે બદામની જેમ અખરોટનું સેવન કરી શકો છો. અખરોટમાં એવા ગુણો મળી આવે છે, જે તમને પોષક તત્વોથી ભરપુર બનાવે છે. તેથી તમારે દિવસની શરૂઆત પલાળેલી અખરોટની કરવી જોઈએ. કારણ કે તેનાથી તમારા શરીરમાં પોષક તત્વોની કમી રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *