ઘરમાં ઉધઈથી કાયમી ધોરણે મેળવી શકાશે છુટકારો, જાણી લો 100% અસરકારક ઉપાય.

દોસ્તો સામાન્ય રીતે ઘણા ઘરોમાં લોકો ઉધઈને લીધે પરેશાન રહેતા હોય છે. જ્યારે કોઈ લાકડાની વસ્તુ પર ઉધઈ આવે છે તો તે લાકડું ધીમે ધીમે એકદમ ખરાબ થઈ જાય છે. આવામાં તમે ઉધઈ થી બચવા માટે કેટલાક કારગર ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ઉધઈ આસાનીથી તમારું ઘર છોડીને ચાલી જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ધ્યાન આપ્યું હોય તો ચોમાસાની ઋતુમાં જ્યારે લાકડાની વસ્તુ પર ભેજ લાગે છે ત્યારે ઉધઈની સમસ્યા આવતી હોય છે. આવામાં તમે ઉધઈથી બચાવ કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. વળી આ બધા જ ઉપાય એકદમ કારગર માનવામાં આવે છે અને તેનાથી તમને સાર્થક પરિણામ પણ મળી શકે છે. તો ચાલો આપણે ઉધઈ દૂર કરવાના એક પછી એક ઉપાય વિશે જાણીએ.

તમે લીમડાના તેલનો ઉપયોગ કરીને ઉધઈ થી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા લાકડાની જે જગ્યાએ ઉધઈ લાગી હોય ત્યાં લીમડાનુ તેલ લગાવવાનું રહેશે. આ માટે સૌથી પહેલા એક સુતરાઉ કાપડ લઈને તેને લીમડાના તેલમાં પલાળી દેવું પડશે અને ત્યારબાદ તેને ઉધઈ ની જગ્યાએ લગાવવાનું રહેશે. આ ઉપાય કરવાથી ઉધઈ તમારું ઘર છોડીને કાયમી ધોરણે ચાલી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ઉધઈ થી છુટકારો મેળવવા માટે લીંબુનો વિનેગર પણ ઉપયોગમાં લઇ શકો છો. હકીકતમાં લીંબુના વિનેગરમાં એવા ઘટકો મળી આવે છે, જે ઉધઈની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા લીંબુના વિનેગર ને સ્પ્રે બોટલમાં ભરવાનું રહેશે અને ઉધઈ ની સમસ્યા હોય ત્યાં સ્પ્રે કરવાનું રહેશે. આ ઉપાય કરવાથી ઉધઈ તમારું ઘર છોડીને ચાલી જશે.

તમે મીઠા અને ગરમ પાણીનો ઉપયોગ કરીને પણ ઉધઇથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે એક કપ પાણીને ગરમ કરવા માટે મૂકી દેવું પડશે અને તેમાં એકાદ કે બે ચમચી મીઠું ઉમેરી દેવું જોઈએ. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું રહેશે. આ ઉપાય કરવાથી પણ ઉધઈ તમારું ઘર છોડીને ચાલી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે લાલ મરચાનો ઉપયોગ પણ ઉધઈ થી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આ માટે તમારે જે જગ્યાએ ઉધઈ થઈ હોય તે જગ્યાએ લાલ મરચું લગાવી દેવાનું રહેશે. આ ઉપાય કરવાથી પણ ઉધઈ તમારું ઘર છોડીને ચાલી જશે.

Leave a Comment