દોસ્તો સામાન્ય રીતે આપણા શરીરને ચલાવવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આ બધાં જ પોષક તત્વોની હાજરીના કારણે આપણું શરીર યોગ્ય રીતે ચાલી શકે છે. આ જ ક્રમમાં જો આપણે ફાઈબર ની વાત કરીએ તો આ એક એવું તત્વ છે, જેના લીધે આપણે કોઈ પણ વસ્તુને આસાનીથી પચાવી શકીએ છીએ અને પેટના રોગોથી દૂર રહી શકીએ છીએ.
વળી આપણા શરીરમાં ફાઈબર ની કમી હોય તો આપણને વારંવાર પેટના રોગોનો સામનો કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ફાઈબરનો સ્ત્રોત માનવામાં આવે છે અને તમે તેનો ઉપયોગ કરીને આસાનીથી શરીરમાં ફાઈબરની કમી પૂરી કરી શકો છો.
નાશપતી :- નાશપતી એક લોકપ્રિય ફળ છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ નાસપતીમાંથી લગભગ 3.1 ગ્રામ ફાઇબર મળી આવે છે.
સ્ટ્રોબેરી :- સ્ટ્રોબેરી એક સ્વાદિષ્ટ ફળ છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. વળી સ્ટ્રોબેરી સૌથી પૌષ્ટિક ફળોમાંનું એક છે. તેમાં વિટામિન સી, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. સ્ટ્રોબેરીના 100 ગ્રામ દીઠ 2 ગ્રામ ફાઇબર જોવા મળે છે.
સફરજન :- સફરજન સ્વાદ અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ સારું છે. સફરજનમાં પણ સારી માત્રામાં ફાઈબર હોય છે. સફરજનને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ સફરજનમાં 2.4 ગ્રામ ફાઇબર હોય છે.
કેળા :- કેળા ઉચ્ચ ફાઈબરનો સારો સ્ત્રોત છે. કેળામાં વિટામિન સી, વિટામિન બી6 અને પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે. વળી એક મધ્યમ કદના કેળામાં 3.1 ગ્રામ ફાઇબર અથવા 100 ગ્રામ દીઠ 2.6 ગ્રામ ફાઇબર હોય છે.
ગાજર :- ગાજર એક પ્રકારની શાકભાજી છે, જે સ્વાદિષ્ટ અને અત્યંત પૌષ્ટિક છે. તેમાં વિટામિન K, વિટામિન B6, મેગ્નેશિયમ પૂરતી માત્રામાં મળી આવે છે. વળી તેમાં હાજર બીટા કેરોટીન એક એન્ટીઓક્સીડેન્ટ છે, જે આપણા શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. આ સાથે 1 કપ કાચા ગાજરમાં 3.6 ગ્રામ ફાઇબર અથવા 100 ગ્રામ દીઠ 2.8 ગ્રામ ફાઇબર હોય છે.
બીટ :- બીટ એક પ્રકારની શાકભાજી છે જેમાં વિવિધ પ્રકારના જરૂરી પોષક તત્વો હોય છે. બીટમાં ફોલેટ, આયર્ન, કોપર, મેંગેનીઝ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. બીટના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત મળે છે. 100 ગ્રામ બીટમાં 2.8 ગ્રામ ફાઇબર હોય છે.
બ્રોકોલી :- બ્રોકોલી એક પ્રકારનું શાક છે જેમાં પોષક તત્વો અને ખોરાકની સૌથી વધુ માત્રા જોવા મળે છે. વળી બ્રોકલી વિટામિન સી, વિટામિન કે, ફોલેટ, વિટામિન બી, પોટેશિયમ, આયર્ન અને મેંગેનીઝથી સમૃદ્ધ છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને કેન્સર સામે લડતા પોષક તત્વો પણ મળી આવે છે, જે આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે 100 ગ્રામ બ્રોકલીમાં 2.6 ગ્રામ ફાઇબર હોય છે.
રાજમા :- રાજમા એક લોકપ્રિય પ્રકારની કઠોળ છે. જેનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ થાય છે. વળી ઘણા પ્રકારના પોષક તત્ત્વોની સાથે રાજમામાં પ્રોટીન પણ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક કપ રાજમામાં 100 ગ્રામ દીઠ 6.8 ગ્રામ ફાઇબર હોય છે.