દોસ્તો જીભ પર ઘણી વખત સફેદ રંગના નિશાન થઈ જતા હોય છે. જેને જીભના ચાંદા તરીકે ઓળખવામાં આવે છે. જીભ પરના ચાંદા શરીરમાં રહેલા પોષક તત્વોની ઉણપ અને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે થાય છે. જોકે આજના આ લેખમાં આ સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જીભના ચાંદા દૂર કરવા માટે ઘરેલું ઉપચારમાં ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ફટકડીને પાણીમાં નાંખો અને તે પાણીથી કોગળા કરો. આમ કરવાથી જીભના ચાંદા, બળતરા અને દુખાવો ઓછો થઈ શકે છે.
લીંબુ અને મધ પણ જીભના ચાંદા મટાડવામાં મદદરૂપ છે. આ માટે લીંબુના રસમાં મધ ભેળવી કોગળા કરવાથી જીભના ચાંદા તરત જ મટે છે. આ માટે માત્ર લીંબુ અને મધના મિશ્રણથી કોગળા કરવા જોઈએ.
જીભના ચાંદાને દૂર કરવા માટે સોપારીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સોપારીના પાનનો પાવડર બનાવી તેમાં મધ મિક્સ કરીને ચાટવાથી ચાંદા મટે છે. આ સિવાય સોપારીના પાન કાઢીને તેમાં શુદ્ધ ઘી ભેળવીને ચાંદા પર લગાવવાથી પણ ફોલ્લા મટે છે.
જીભ પરના ચાંદાથી છુટકારો મેળવવા માટે હૂંફાળા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી આરામ મળે છે. જોકે તમને કહી દઈએ કે પાણીમાં થોડી માત્રામાં મીઠું ઉમેરવાથી ચાંદામાં દુખાવો અને બળતરા વધી શકે છે. આ સિવાય લસણ અને લવિંગને ચાંદા પર હળવા હાથે ઘસવાથી પણ ચાંદા મટે છે.