આયુર્વેદ

તમારા ઘરમાં રહેલું આ પીણું 100થી પણ વધારે રોગોને કરે છે દૂર, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત

લીંબુ એક પ્રકારનું સ્વાદિષ્ટ ફળ છે. જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા અને શરબત બનાવવા માટે કરવામાં આવતો હોય છે. લીંબુ વિટામિન સીનો પણ ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેનો સ્વાદ એકદમ ખટાશ યુક્ત હોય શકે છે.

લીંબુ પાણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુની તાસીર ઠંડી હોય છે, જેનો ઉપયોગ તમે ગરમીમાં વધારે પ્રમાણમાં કરી શકો છો. લીંબુની સૌથી વધારે ખાસિયત એ છે કે આ ફળ પાક્યા પછી ખાટું નહિ પંરતુ અધિક મીઠું થઈ જાય છે.

લીંબુમાં વિટામિન સી, વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જિંક, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય લીંબુમાં ફોલેટ, નિયાસિન, થાયમિન, રાઈબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે.

લીંબુ પાણી પાચનતંત્રને મજબૂત કરવા માટે રામબાણ માનવામાં આવે છે. લીંબુ પાણીમાં મળી આવતા પોષક તત્વો પિત્તની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. જેના લીધે ભોજન આસાનીથી પચી જાય છે. લીંબુ પાણીમાં મળી આવતા પોષક તત્વો પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે.

લીંબુ પાણી વજન ઓછું કરવા માટે પણ કામ કરે છે. જો તમે વજન વધારાનો સામનો કરી રહ્યા છો તો તમારે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને દરરોજ સવારે ખાવું જોઈએ. લીંબુમાં પેલટાઈન નામનું તત્વ મળી આવે છે, જે તમને લાંબા સમય સુધી ભૂખથી દુરબ્રખે છે, જેના લીધે તમે વધારે ભોજન લેવાથી દૂર રહી શકો છો.

લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો કરી શકાય છે અને તમારા શરીરને નવી તાજગી મળે છે. જો તમે દરરોજ લીંબુ લબુનો ઉપયોગ કરો છો તો તમારું શરીર જીવાણુ મુક્ત બની જાય છે અને તમે સ્વસ્થ શરીર મેળવી શકો છો.

વિવિધ પ્રકારના સંક્રમણ અને બેક્ટેરિયલ રોગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે લીંબુ પાણી કરા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી છુટકારો આપી શકે છે. ગળાના સંક્રમણથી બચવા માટે નિયમિત રૂપે લીંબુ પાણી નો ઉપયોગ કરવો જોઈએ.

લીંબુ પાણીનું સેવન કરવાથી તમારો મૂત્રમાર્ગ એકદમ સાફ થઈ જાય છે, જેના લીધે તમે અંગત રોગોથી સુરક્ષા મેળવી શકો છો. લીંબુ પાણી પીવાથી મુત્રમાર્ગની દ્વારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે અને તમને પેટના રોગો પણ થતા નથી.

લીંબુ પાણી શરીરના પીએચ લેવલ ને પણ સંતુલિત રાખવા માટે ફાયદાકારક હોય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ મળી આવે છે, જે જે શરીરના પીએચ લેવલને કાબુ કરી શકે છે. લીંબુ પાણી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે.

લીંબુમાં વિટામિન સી, વિટામિન ઈ જેવા પોષક તત્વ મળી આવે છે, જે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરીને ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે. જો તમે લીંબુ પાણીમાં થોડું મધ મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *