આયુર્વેદ

પેટનો દુઃખાવો અને શરીરના બધા જ દુઃખાવા થઈ જશે ગાયબ, એક વખત ખાઈ લેશો તો હજારો રૂપિયા બચી જશે.

દોસ્તો અડદની દાળ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે તેને ગુણકારી તથા લાભકારી દાળ તરીકે ઓળખવામાં આવે છે. અડદ ની દાળ ની તાસિર ઠંડી હોય છે, જેના લીધે તેને મોટે ભાગે ઘી અને હીંગ સાથે ખાવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અડદની દાળ લીલી અને કાળા બને રંગમાં મળી આવે છે પરંતુ બધા જ પ્રકારની અડદ દાળ માં કાળા રંગની દાળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અડદ દાળ ખાવાથી તમે અગણિત બીમારીઓથી દૂર રહી શકો છો. આ સાથે અડદની દાળ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે, જે સ્વાસ્થ્યની સાથે-સાથે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને બીમારીના લક્ષણો પણ ઓછા કરે છે.

અડદની દાળનું સેવન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અડદ દાળ ના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.

જો આપણે અડદ દાળ માં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, સોડિયમ, કેલરી, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને વિટામિન્સ જેવા ઘણાં પોષક તત્વો મળી આવે છે.

તમારી પાચન શક્તિ વધારવા માટે અડદની દાળ ખૂબ જ લાભકારી હોય છે. અડદની દાળમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચન ક્રિયામાં સુધારો કરી ભોજનને સારી રીતે પચાવે છે. આ સિવાય ફાઈબર, કબજિયાત, અપચો અને અન્ય પેટ સમસ્યાઓને પણ દૂર કરે છે.

અડદની દાળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન અને કેલ્શિયમ જેવા જરૂરી મિનરલ અને વિટામિન મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમને ઉંમર સાથે હાડકાંમાં ફેકચર નું જોખમ રહેતું હોય તો તમારે ભોજન અડદની દાળને ભોજનમાં સામેલ કરવી જોઈએ.

અડદની દાળ માં એન્ટી ડાયાબીટીક ગુણ મળી આવે છે. જે લોહીમાં રહેલા બ્લડશુગરને નિયંત્રિત કરી તમને ડાયાબિટીસની બીમારીથી બચાવે છે. જો તમને શરીરમાં દુખાવો અથવા સોજાની સમસ્યા થઈ રહી હોય તો પણ તમે અડદની દાળનો ઉપયોગ કરીશ છો. કારણ કે અડદની દાળમાં એવા ગુણો મળી આવે છે જે તમને શારીરિક દુખાવાથી છુટકારો અપાવે છે.

જો તમે કમજોરી, થાક, હતાશા, નબળાઈ વગેરેથી પીડાઇ રહ્યા છો તો તમારે અડદની દાળને પાંચ થી છ કલાક પાણીમાં પલાળી રાખવી જોઇએ અને તેમાં ઘી ઉમેરીને સેવન કરવું જોઈએ. જેનાથી તમારી કમજોરી દૂર થાય છે.

આ સિવાય શરીરમાં લોહીની કમી થવા પર ઊર્જા પ્રદાન કરવાના ગુણો ઓછા પડે છે, જેના લીધે તમે બહુ જલદી થાકી જાવ છો અને ત્વચા પર વિવિધ સમસ્યાઓ થાય છે પરંતુ અડદની દાળ ખાવાથી તેમાં રહેલું આયર્ન શરીરમાં લોહીની કમી દૂર કરે છે અને તમે એનિમિયા ના રોગથી બચાવે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અડદની દાળ ખુબ જ સારી માનવામાં આવે છે. કારણ કે અડદની દાળમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આજકાલ ત્વચા સાથે જોડાયેલા રોગોને ઓછા કરવા માટે તમે ભોજનમાં અડદની દાળને સામેલ કરી શકો છો. કારણ કે ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવી રાખવા માટે પણ અડદની દાળ ખૂબ જ લાભકારી હોય છે. હકીકતમાં
અડદની દાળ તમારા શરીર અને ત્વચા માટે રક્ત પ્રવાહ વધારે છે. જેના કારણે ત્વચા એકદમ મુલાયમ બની જાય છે અને અન્ય કોઈ સમસ્યા હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *