આયુર્વેદ

માટીના વાસણમાં પાણી પીશો તો નહીં જવું પડે ડોક્ટર પાસે, આટલા રોગો થશે ગાયબ…

દોસ્તો આયુર્વેદ પ્રમાણે માટીના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી માનવામાં આવે છે. જોકે ઘણા લોકો વિચારતા હોય છે કે ફ્રિજ અને માટીના વાસણમાં રાખેલા પાણીને માં કોઈ અંતર હોતું નથી પરંતુ તમારું આ વિચારું ખોટું હોઈ શકે છે.

કારણ કે માટીના વાસણમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે આપણને ફ્રીજમાંથી પ્રાપ્ત થતા નથી. માટીના વાસણમાં આયર્ન, કેલ્શિયમ, સલ્ફર અને ઘણા પ્રકારના મિનરલ્સ મળી આવે છે, જેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને માટીના વાસણમાં પાણી પીવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. માટીના વાસણમાં અથવા ઘડામાં પાણી પીવાથી તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો.

જો તમને ગરમીમાં લૂ લાગવાની સમસ્યા થઈ રહી હોય તો તમારે માટીના વાસણમાં રાખેલા પાણી પીવાની આદત બનાવી જોઈએ. આ સિવાય તેમાં મળી આવતા મિનરલ અને ખનીજ તમારા શરીરમાં ગ્લુકોઝનું સ્તર ને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

માટીના વાસણમાં પાણી પીવાથી ગર્ભવતી મહિલાઓને ઘણા લાભ થાય છે. જે ગર્ભવતી મહિલા ફ્રીઝમાં રાખેલું પાણી પીવે છે તેની અપેક્ષાએ માટીના વાસણમાં રાખેલું પાણી પીવું સારું માનવામાં આવે છે. જેનાથી માતાની સાથે સાથે બાળકનો પણ વિકાસ થાય છે.

માટીના વાસણમાં પાણી પીવું હૃદયના રોગીઓ માટે પણ લાભદાયક હોય છે હકીકતમાં તેમાં એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરી અને ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો કરે છે. માટીના વાસણમાં પાણી પીવાથી હાર્ટએટેકના જોખમનો સામનો કરવો પડતો નથી.

જો તમે ખીલ, ડાઘ, ત્વચારોગ વગેરેનો સામનો કરી રહ્યા છો તો તમારે માટીના વાસણમાં રાખેલું પાણી પીવાની આદત બનાવી જોઈએ. હકીકતમાં માટીના વાસણમાં એવા તત્વો મળી આવે છે, જેને પીવા માત્રથી ત્વચા પર એક અનોખી ચમક આવી જાય છે અને ત્વચા સ્વસ્થ બને છે.

માટીના વાસણમાં પાણી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. જે લોકો ગેસની બીમારી નો સામનો કરી રહ્યા છે તેઓએ નિયમિત રૂપે માટીના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. જે ગેસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો માટીના વાસણમાં રાખેલું પાણી હંમેશા ઠંડું હોય છે. જો આપણે તેની પાછળના કારણો વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે માટીના વાસણમાં નાના છિદ્રો હોય છે, જેને આપણે નરી આંખે જોઇ શકતા નથી. જ્યારે ઘડામાં ભરાયેલું પાણી ગરમ થાય છે ત્યારે તેની હવા બહાર નીકળે છે જેના લીધે પાણી ઠંડુ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *