જો વારંવાર માથાનો દુખાવો પરેશાન કરતો હોય તો કરી લો આ ઉપાય, 2 જ મિનિટમાં મળી જશે આરામ.
આજના વધુ પડતા વ્યસ્ત જીવન અને બહારના ભોજન ને લીધે લોકો અનેક બીમારીઓનો શિકાર બની ગયા છે. આવી જ એક બીમારી માથાનો દુખાવો છે, જે દરેક ઉંમરના વ્યક્તિને હેરાન કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને માથાનો દુખાવો ઊપડે છે ત્યારે તેનું મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને તે સરખી રીતે ઉંઘી પણ શકતો નથી.
વળી આ દુખાવો થોડા કલાક પછી આપમેળે બંધ પણ થઈ જાય છે. જો તમે પણ આ બીમારીનો સામનો કરી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માટે કારગર ઉપચાર ની શોધમાં છો તો તમારી શોધ હવે પૂરી થાય છે,
કારણ કે આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાથી છુટકારો મેળવવાના કેટલા રામબાણ ઉપચાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
જો તમને માથાનો દુખાવો પરેશાન કરી રહ્યો છે તો તમારે તરત જ તજ ને પાણી ઉમેરીને તેનો લેપ બનાવી લેવો જોઈએ, હવે આ લેપને માથા ના દુખાવાની જગ્યાએ ઘસવાથી તમને રાહત થાય છે. આ સાથે તમે જાયફળને પાણીમાં ઘસીને પણ લેપ બનાવી શકો છો અને તેનો ઉપયોગ માલિશ સ્વરૂપે કરી શકો છો.
જો તમને વારંવાર માથાનો દુખાવો પરેશાન કરે છે તો તમારે આમળાનો પાવડર થોડી સાકર અને ઘી ત્રણેયને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને તેને દરરોજ સવારે ભૂખ્યા પેટે લેવું જોઈએ. જેનાથી તમને માથાના દુખાવાથી છુટકારો મળી શકે છે.
આ સિવાય તમે ડુંગળી ને સરખી રીતે કાપીને તેની સુગંધ લો છો અથવા પગના તળિયા પર ઘસો છો તો તમે માથાના દુખાવાથી છુટકારો મળે છે. આ સાથે તમે ગાયના ઘીથી માથા પર માલિશ કરી શકો છો.
તમે લવિંગને પાણીમાં મિક્સ કરીને તેનો લેપ બનાવી શકો છો અને તેને માથા પર લગાવી શકો છો, જેને અડધો કલાક રહેવા દેવાથી તમામ મગજમાં શાંતિ મળે છે અને તમારો દુખાવો દૂર થઇ જાય છે. જો તમે સરગવાને ગુંદર અને દૂધમાં મિક્સ કરીને માથા પર લગાવો છો તો પણ તમને માથાના દુખાવાથી છુટકારો મળે છે.
જો તમે તરબૂચના રસને દિવસમાં દર ત્રણ કલાકના અંતર રાખીને પીવો છો તો પણ માથાના દુખાવાથી છુટકારો મળે છે. આ સિવાય તમે આંબલી અને ગોળ મિક્સ કરીને શરબત બનાવી શકો છો અને તેનું સેવન કરી શકો છો. તમે રાતે બદામ પલાળીને તેને સવારે ગરમ કરીને પણ ખાઈ શકો છો.
જો તમે આમળા અને લીમડાની છાલ બંને મિક્સ કરીને ઉકાળો બનાવી લો છો અને તેનું સેવન કરું છો તો પણ માથાના દુખાવાથી છુટકારો મળી શકે છે. સૂંઠ અને જાયફળ બંનેને સહેજ પાણીમાં મિક્સ કરીને તેનો લેપ બનાવી માથા પર ઘસવાથી તમને રાહત થાય છે.