ગેસ, અપચો, એસિડિટી, કબજીયાતની સમસ્યાથી કંટાળી ગયા હોય તો આજે જ અપનાવો આ ઉપાય, પેટના રોગોથી મળી જશે કાયમી છુટકારો.
આજના સમયમાં પાચનશક્તિ નબળી પડી જવી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે શરીરમાં પાચન શક્તિ યોગ્ય રીતે કામ કરતી નથી તો તેનાથી તમને પેટ સાથે જ જોડાયેલા અનેક રોગો થાય છે. જેમાં પેટમાં ગેસ બનવુ અથવા કબજિયાત થવી એ પાચનશક્તિ નબળી પડવાના સંકેત માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે પાચનશક્તિને મજબૂત કરી શકશો અને તમને પેટના રોગોથી પણ છુટકારો મળશે.
આપણા શરીર માટે પાણી સૌથી જરૂરી ચીજવસ્તુઓ માંથી એક છે, નિષ્ણાત લોકોની વાત માની લેવામાં આવે તો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે સાથે સાથે તમે ડીહાઇડ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.
પાણી આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. આ સિવાય જો તમે ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવો છો તો તમારી પાચન શક્તિમાં વધારો થાય છે.
આપણામાંથી મોટાભાગના લોકો સ્વાદિષ્ટ ભોજન મળી જાય તો તેના પર તૂટી પડે છે. આપણે આ દરમિયાન ખુશીમાં આવીને જરૂરિયાત કરતાં વધારે ખાઈ લેતા હોઈએ છીએ. જો કે તમારે આવું ન કરવું જોઈએ. તમારે હંમેશા જેટલી ભૂખ હોય એટલું જ ભોજન કરવું જોઇએ.
આ સિવાય ભોજન કર્યા પછી તરત જ સુવાને બદલે થોડું ચાલવું જોઈએ. જેના લીધે ભોજન આસાનીથી પચી જાય છે. વડીલ લોકો કહે છે કે મોઢામાં જેટલા દાંત હોય એટલી વખત ભોજન ચાવીને ખાવું જોઇએ. હવે દરેક વ્યક્તિના મોઢામાં બત્રીસ દાંત હોય તે શક્ય નથી, તેથી તમારે ભોજન ચાવીને ખાવું જોઈએ.
જો તમે આખે આખું ભોજન પેટમાં ઉતારશો તો તેનાથી પાચન શક્તિ નબળી પડશે સાથે સાથે તમારા પેટમાં અશુદ્ધિઓ પણ જમા થવા લાગશે.
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પાસે ખાવાનો પણ યોગ્ય સમય નથી. આ પણ કારણ છે જેનાથી પાચન શક્તિ કમજોર બની જાય છે. તમારે હંમેશા ભોજન યોગ્ય સમયે ખાઈ લેવું જોઈએ. ઉદાહરણ રીતે સવારે 9:00 પહેલા નાસ્તો કરવો જોઈએ.
બપોરે એકથી બે ની વચ્ચે ભોજન કરવું જોઇએ અને રાતે સૂવાના બે કલાક પહેલા ભોજન ખાવું જોઈએ. જેનાથી ખોરાક યોગ્ય રીતે પચી જશે અને તમને પેટ ના રોગો પણ થશે નહીં. ભોજનને પચાવવા માટે આદુનું સેવન ખૂબ જ કારગર માનવામાં આવે છે. આદુ લગભગ દરેક ઘરમાં મળી આવે છે.
તેનો ઉપયોગ ચા બનાવવાથી લઈને ભોજન બનાવવા સુધી કરવામાં આવે છે. આદુનો ઉપયોગ પાચન શક્તિને વધારવા માટે પણ અસરકારક છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી બારીક આદુ લો. હવે તેને એક કપ પાણીમાં ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દો.
હવે જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી ને દરરોજ સુતા પહેલા સેવન કરો, તેનાથી પાચન શક્તિ વધશે. કેળા પાચન શક્તિ વધારવા નો અચૂક ઉપાય છે. તે કિડની સાફ રાખવાની સાથે છે સાથે સાથે પાચનશક્તિને મજબૂત બનાવે છે. કેળા એક એવું ફળ છે જે દરેક સિઝનમાં મળી આવે છે.
જો કે શિયાળામાં કેળા ઓછા ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે કેળા વધારે મોંઘા પણ હોતા નથી. બજારમાં સસ્તા મળી આવતાં કેળા તમારી પાચનશક્તિ વધારે છે. આ માટે તમારે દરરોજ સવારે એક કેળુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ.