ખાલી પેટ ચા પીતા હોય તો થઈ જાવ સાવધાન!! તમે આજે નહિ તો કાલે બની જશો અનેક બીમારીઓનો શિકાર.
આપણા ભારત દેશમાં ચાને લઈને ઘણું મહત્વ છે. કારણ કે ચા એક એવી વસ્તુઓ છે જે મોટાભાગના લોકો પીવાનું પસંદ કરતા હોય છે. નોકરી કરતા અને ધંધાર્થી લોકો સૌથી વધારે ચાનું સેવન કરતા હોય છે, કારણ કે ચામાં કેફીનની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે.
જે કામ કરવા માટે વ્યક્તિને એક્ટિવ બનાવે છે. આ સાથે મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે ચાની ચુસ્કી લેવાની આદત હોય છે. તેમના માટે ચા વગર દિવસની શરૂઆત થતી નથી. જોકે તમારે જાણવું જોઈએ કે સવારે ખાલી ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે લોકો સવારે ઉઠીને ખાલી પેટ ચા કોફી પીતા હોય છે પરંતુ આવું કરવું યોગ્ય નથી. હકીકતમાં તેમાં હાજર નિકોટીન અથવા કેફીન એસિડ બનાવે છે, જેનાથી તમારા પાચનતંત્ર ને નુકસાન થાય છે.
જો તમારે સવારે ચા અથવા કોફીનું સેવન કરવું હોય તો તમે તેની સાથે થોડો હલકો નાસ્તો લઈ શકો છો. જો તમે નાસ્તો કરવા ના મૂડ માં નથી તો તમારે ચા પીતા પહેલા 1 ગ્લાસ પાણી તો પીવું જ જોઇએ. હવે ચાલો આપણે વિગતવાર જાણીએ ખાલી પેટ ચા પીવાથી કયા રોગો થાય છે.
ઘણા બધા લોકો એકદમ સ્ટ્રોંગ, મસાલેદાર અને ગરમાગરમ ચા પીવાનું પસંદ કરે છે પરંતુ સવારે ગરમ ચા પીવાથી પેટની અંદર ડેમેજ થાય છે, જેના લીધે ધીરે ધીરે પેટના અલ્સરની સમસ્યા થવા લાગે છે. આ સાથે જ પાચન સંબંધી સમસ્યાઓ પણ ઊભી થાય છે. તેથી તમારે હંમેશા ચા થોડી ઠંડી થાય ત્યારે જ તેનું સેવન કરવું જોઈએ.
આજના સમયમાં વજન વધારો એક ગંભીર સમસ્યા બની ગઈ છે, આપણા દેશમાં મેદસ્વી લોકોની સંખ્યા સૌથી વધારે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરો છો તો ખાનપાન ઉપર તો સાવધાની રાખવી જ જોઈએ,
સાથે સાથે ખાલી પેટ ચા પીતી વખતે પણ થોડીક સાવધાની રાખવી જોઈએ. કારણ કે જ્યારે તમે ખાલી પેટે ચા પીવો છો ત્યારે તેમાં હાજર ખાંડ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, જેનાથી તમારા વજનમાં વધારો થાય છે.
મોટાભાગના લોકોને સાંધાના દુખાવા ની સમસ્યા પરેશાન કરી રહી હોય છે. જોકે તેની પાછળનું કારણ ચા હોઈ શકે છે, કારણ કે ચા પીવાથી હાડકામાં ભંગાણ થવા લાગે છે, જેના લીધે તમને સાંધાના દુખાવા, હાથ-પગના દુખાવાની સમસ્યા થાય છે.
મોટાભાગના લોકો સવારે ખાલી પેટે ચા પીતા હોય છે. જેનાથી પેટમાં ગેસ બને છે અને પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે. આ સાથે સાથે ખાલી પેટ ચા પીવાથી પીત્તની પ્રક્રિયામાં પણ અવરોધ આવે છે. જેનાથી તમને બેચેની અને નબળાઈ નો અનુભવ થાય છે.
તમને ખ્યાલ હોય તો લોકો સવારે તાજગી અનુભવવા માટે ચાનું સેવન કરતા હોય છે. આવા લોકોના શરીરમાં કેફીનની માત્રા વધી જાય છે અને તેમનું મગજ ઊર્જાવાન બને છે. જોકે તમારે જાણવું જોઈએ કે ખાલી પેટ વધારે ચા પીવાથી તણાવ અને ચિંતા ની સમસ્યા થઈ શકે છે.
આ રીતે ચા પીવી જોઈએ :- જો તમે ચા પીવાના શોખીન છો તો તમારે તેને પીવા માટેની કેટલીક રીતો જણાવી જ જોઈએ. આ પૈકી એક રીત એ છે કે તમારે ગરમ નહીં પરંતુ ઠંડી ચા પીવી જોઈએ. જો તમે સવારે ઉઠીને ખાલી પેટ ચા પીવો છો તો તેની સાથે બિસ્કીટ અથવા સનેક્સ નું સેવન કરવું જોઈએ.