ભૂલથી પણ ચા સાથે આ 5 વસ્તુઓનું ના કરતા સેવન, નહિતર શરીર બની જશે અનેક બીમારીઓનું ઘર.

ભૂલથી પણ ચા સાથે આ 5 વસ્તુઓનું ના કરતા સેવન, નહિતર શરીર બની જશે અનેક બીમારીઓનું ઘર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણા ભારત દેશમાં મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાની ચુસ્કીથી થાય છે. સવારે આંખ ખૂલવાથી લઈને સાંજે ઓફિસ છોડવા સુધી ચાની ચુસ્કી વગર દિવસ અધુરો લાગે છે. ભારતમાં દૂધવાળી ચા લોકો માટે એક આદત બની ગઈ છે.

તમે જાણતા હશો કે ખાલી પેટ ચા પીવી નુકસાનકારક છે તેથી લોકો ચા સાથે મોટેભાગે નાસ્તો, નમકીન, બિસ્કિટ અને કંઈને કંઇક ખાતા હોય છે પરંતુ જરૂરી નથી કે ચા સાથે ખાવામાં આવતી દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે લાભકારી જ હોય. એવી ઘણી ચીજ વસ્તુઓ પણ છે જે ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આપણે બધા ઘણી વખત જાણે-અજાણે એવી ઘણી ચીજવસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી અને તેનાથી આપણને ઘણી બીમારીઓ થવાનો પણ ભય રહેલો હોય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ચા સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બેસન માંથી બનાવેલી ચીજ વસ્તુઓ આપણામાંથી મોટાભાગના લોકો ચા સાથે નમકીન, સમોસા, પકોડા વગેરે જેવી ચીજ વસ્તુઓ ખાતા હોય છે. જોકે તમારે જાણવું જોઈએ કે આ બધી ચીજ વસ્તુ બેસન માંથી બનાવેલી હોય છે અને તેને ચા સાથે ખાવાથી ઘણાં રોગો થવાનો ભય રહે છે.

આ સાથે જ તે શરીરમાં પોષક તત્વોની કમી કરી દે છે અને પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. આવામાં તમારે ચા સાથે બેસન યુક્ત ચીજવસ્તુઓ ખાવાથી અંતર બનાવી રાખવું જોઈએ.

ઠંડી વસ્તુઓ. ચા સાથે ઠંડી ચીજ વસ્તુઓનું સેવન પણ બિલકુલ કરવું જોઈએ નહીં. હકીકતમાં ગરમ અને ઠંડા નું સંમિશ્રણ પેટ સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે. આ માટે ચા પીધા પછી ભૂલથી પણ ઠંડા પાણી અથવા ઠંડી ચીજ વસ્તુઓ જેમ કે આઈસક્રીમ, જ્યૂસ, કેન્ડી વગેરેથી દુરી બનાવી રાખવી જોઈએ.

કાચી ચીજ વસ્તુઓ તમારે  હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ચા પી રહ્યા હોય ત્યારે તમારે કાચી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. હા, કાચી ચીજવસ્તુઓમાં અંકુરિત, વેફર, અનાજ, ડ્રાયફ્રુટ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે આ વસ્તુઓ ચા સાથે પીવો છો તો તમને એસીડીટી અને પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો રહે છે.

દહી યુક્ત આઈટમ    સામાન્ય રીતે ચા દૂધ ની બનેલી હોય છે. જેના લીધે તેની સાથે દહીનું સંયોજન બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. હવે તમે કહેશો કે દહીં તો દૂધમાંથી બનાવવામાં આવે છે તો કેમ ના ખાવી જોઈએ?

તો તમને જણાવી દઈએ કે દૂધ અને દહીંનું કોમ્બિનેશન ગેસ અને અપચોની સમસ્યા ઊભી કરે છે. આ માટે તમારે ચા અને દહીંનું સાથે સેવન ન કરવું જોઈએ.

આયરન યુક્ત વસ્તુઓ   ઘણા લોકો ચા સાથે ઈંડા, આમલેટ અથવા આયરન યુક્ત ચીજવસ્તુઓનું સેવન કરતા હોય છે પરંતુ વાસ્તવમાં આવું કરવું હિતાવહ નથી.

કારણકે ચાની અંદર ટેનિન હોય છે અને તેની સાથે પ્રોટીન અથવા આયરન યુક્ત ચીજવસ્તુઓનું સેવન તમારા શરીરમાં હાનિકારક સાબિત થઇ શકે છે. જેનાથી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાનો પણ ભય રહે છે.

Leave a Comment